મહેસાણામાં શનિ-રવિ સ્વયંભૂ બંધ રાખશે દુકાન, વેપારીઓએ લીધો ર્નિણય
મહેસાણા શહેર શનિવાર અને રવિવાર સ્વયંભુ બંધ રાખશે. શનિવાર અને રવિવાર વેપારીઓ સ્વયંમભુ બંધ રાખવાનો ર્નિણય કર્યો છે. મહેસાણા શહેરના વેપારીઓની એક બેઠક મળી હતી. જેમાં આ પ્રકારનો ર્નિણય લેવામાં આવ્યો છે. મહેસાણા શહેરના ટાઉનહોલ ખાતે આ બેઠક મળી હતી.
જેમાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ભાજપ જિલ્લા પ્રમુખ, સરકારી તંત્ર બેઠકમાં હાજર મહેસાણા શહેરના વિવિધ વેપારી એસોસિએશન પ્રમુખો, મંત્રી સભ્યો હાજર રહ્યા હતાં. શહેરમાં ભરાતું ગુજરી બજાર રવિવારના રોજ બંધ રહેશે સોમવારથી શહેરના બજારો સાંજે ૬ વાગ્યા બાદ બંધ રહેશે.૩૧ તારીખ સુધી ૬ વાગ્યા સુધી જ બજારો ચાલુ રહેશે.વેપારીઓ એસોસિએશન ભેગા મળીને આ સ્વૈસ્વછિક ર્નિણય લેવાયો છે.
Recent Comments