નાગપુરની કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ, ૩નાં મોત
શહેરની ખાનગી કોવિડ હોસ્પિટલમાં શુક્રવારે રાત્રે આગ લાગતાં ૩ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઉપરાંત, કેટલાક લોકો ઘાયલ થયાં હતાં. એક અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરની એક હોસ્પિટલમાં રાત્રે ૮.૧૦ વાગ્યે આગ ભભૂકી ઉઠી હતી. નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન (એમએનસી)ના મુખ્ય ફાયર ઓફિસર રાજેન્દ્ર ઉચકેએ જણાવ્યું, હોસ્પિટલના બીજા માળે આવેલા ૈંઝ્રેંના છઝ્ર યુનિટથી આગની શરૂઆત થઈ હતી. તેમણે કહ્યું, આ ઘટનામાં ૩ લોકોનાં મોત નીપજ્યાં અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉચકેએ જણાવ્યું હતું કે, આગના સમયે બીજા માળે ૧૦ દર્દીઓ હતા. આગ લાગવાથી ૬ દર્દીઓ જાતે જ નીકળી ગયા હતા. જ્યારે, ૩ દર્દીઓને ફાયર બ્રિગેડની ટીમે બચાવ્યાં હતા.
નાગપુરના વાડી વિસ્તારમાં આવેલી વેલ ટ્રીટ હોસ્પિટલને કોવિડ સેન્ટર બનાવવામાં આવી છે. શુક્રવારે, રાત્રે ૮.૧૦ વાગ્યાની આસપાસ હોસ્પિટલના ૨જા માળે ૈંઝ્રેંના છઝ્ર યુનિટમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આ આગમાં ઘણા દર્દીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ આગમાં ૩ દર્દીઓના મોત થયા હતા. આ દરમિયાન, હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી. માહિતી મળતા જ ફાયરમેન અને પોલીસ ટીમો દોડી આવી હતી અને દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોસ્પિટલમાં આગને કારણે થયેલા લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ટિ્વટ કર્યું હતું કે, ‘નાગપુરની હોસ્પિટલમાં લાગેલી આગથી હું દુઃખી છું. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના સબંધીઓ સાથે મારી સંવેદના છે. આ ઘટનામાં ઘાયલ લોકો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના. ‘
Recent Comments