fbpx
ગુજરાત

સરકારને માસ્કનો દંડ વસુલવામાં રસ નથી આ તો હાઈકોર્ટનો આદેશ છે -મુખ્યમંત્રી

રાજ્યમાં વધતા કોરોનાના સંક્રમણને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોને કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરી છે. મુખ્યમંત્રીએ અપીલ કરતા જણાવ્યું કે સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકો થોડા દિવસ પૂરતૂ બહાર ન ટાળે. સોશલ ડિસ્ટસિંગના નિયમોનો ભંગ થાય તેવા કાર્યક્રમો ન યોજવાની પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અપીલ કરી છે. દંડની રકમ વસુલવા અંગે મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યુ કે સરકારને દંડ વસુલવામાં નહી પરંતુ નાગરિકો માસ્ક પહેરે તેમાં રસ છે.. હાઈકોર્ટના આદેશ મુજબ સરકાર દંડ વસુલે છે. વેક્સીન લઈશુ અને માસ્ક પહેરીશુ તો આ સ્થિતિમાંથી બહાર નીકળીશુ તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું

Follow Me:

Related Posts