ભાજપ મહુવાના ધારાસભ્ય આર. સી. મકવાણા થયા કોરોના સંક્રમિત
ભાજપના વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા છે. મહુવાના ધારાસભ્ય આર. સી. મકવાણા કોરોનાથી સંક્રમિત થયા છે. આર. સી. મકવાણાને કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાવતા ટેસ્ટ કરાવ્યો હતો. જેનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ધારાસભ્ય પોતાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને હોમ આઈસોલેટ થયા છે. ધારાસભ્યએ સંપર્કમાં આવનારા લોકોને પણ તકેદારી રાખવા અપીલ કરી છે.
ગઈકાલે ભાજપના વધુ બે ધારાસભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. કચ્છમાં અબડાસાના ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તબિયત લથડતા ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભુજ જી.કે જનરલ હોસ્પિટલમાં કોરોના રીપોર્ટ કરાવ્યો હતો. આ સિવાય શુક્રવારે અમદાવાદમાં મણિનગરના ધારાસભ્ય સુરેશ પટેલ કોરોના સંક્રમિત થયા છે. લક્ષણ હળવા હોવાથી હાલ હોમ આઇસોલેશનમાં છે.
Recent Comments