ધારી ગીર પૂર્વના ગોવીંદપુર નજીક રેવન્યુ વિસ્તારમાં આગ
અમરેલી જિલ્લામા આવેલ ધારી ગીર પૂર્વની દલખાણીયા રેન્જમા આવેલા ગોવીંદપુર ગામ પાસે આવેલા રેવન્યૂ વિસ્તારમાં આગની ઘટના બની છે. આગની ઘટનાના પગલે ફોરેસ્ટ વિભાગના સ્ટાફ ઘટનાસ્થળ પર દોડી ગયો હતો. અનેવન્યપ્રાણી સુરક્ષિત હોવાનો વનવિભાગ દ્વારા દાવો કરાયો હતો.
ધારી ગીર પૂર્વ ના DCF અંશુમન શર્મા ને પૂછતા કહ્યું હતું કે, આગ રેવન્યુ વિસ્તારમા લાગી છે.તેમણે કહ્યું કે, રેવન્યૂ વિસ્તારમાં આગના બનાવ વારંવાર બનતા હોય છે. ઘણી વખત જાણી જોય સ્થાનિકો લગાવતા હોય છે અમારા આર.એફ.ઓ.સ્ટાફ પણ પોહચી તપાસ કરી લીધી છે.રાહતની વાત એ છે કે, આગની ઘટના પર મહદઅંશે કાબૂ મેળવી લેવામા આવ્યો છે
Recent Comments