fbpx
અમરેલી

યાર્ડમાં લોકડાઉન:અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા અમરેલી અને બાબરા APMC 5 દિવસ બંધ રાખવાનો નિર્ણય

અમરેલી જિલ્લામાં વધતા સંક્રમણના પગલે ગ્રામ્ય વિસ્તારો આંશિક લોકડાઉનનો અમલ કરવામા આવી રહ્યો છે. ત્યારે હવે વધતા સંક્રમણના પગલે અમરેલી અને બાબરા APMC પાંચ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.અમરેલી યાર્ડ તારીખ 14 થી 18 એપ્રિલ સુધી અને બાબરા માર્કેટીંગ યાર્ડ તારીખ 13 થી 18 એપ્રિલ સુધી બંધ રાખવા માટેનો નિર્ણય લેવાયો છે.આ દિવસો દરમિયાન યાર્ડમાં ખેતજણસો લઈને નહીં આવવા ખેડૂતોને અપીલ કરવામા આવી છે.

અમરેલીના હરિરોડ પર બપોર બાદ દુકાનો બંધ રાખવા અપીલઅમરેલી શહેરનો હરિરોડ જે શહેરનો અતિ મહત્વનો રોડ અને ભરચક વિસ્તાર છે. અહીં મોટાભાગની દુકાનો અને શોરૂમ આવેલા છે. જેથી આજે માત્ર હરિરોડ પરના વેપારીઓ દ્વારા મહત્વ નો નિર્ણય લેવાયો છે. સવારે 8 વાગ્યા થી બપોરે 3 વાગ્યા સુધી જ દુકાનો શરૂ રાખવી અને બપોર બાદ દુકાનો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

પોલીસ દ્વારા માસ્ક ઝુંબેશ હાથ ધરવામા આવીકોરોના સંક્રમણ અટકવવા માટે સાવરકુંડલા,રાજુલા અમરેલી શહેર,ખાંભા,બાબરા,લાઠી સહિત બપોર બાદ સાંજ ના સમયે પોલીસ દ્વારા શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી માસ્ક ન પહેરનાર સામે પોલીસ 1000 નો દંડ ફટકારી માસ્ક પહેરવા માટે અપીલ કરે છે.

Follow Me:

Related Posts