અમરેલીસિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકે સીટી પીઆઇને પત્ર પાઠવીને સોશ્યલ મીડિયામાં જુઠ્ઠાણુ ફેલાવીને સિવિલ હોસ્પિટલને બદનામ કરનાર વિરૂઘ્ધ ગુન્હો નોંધવા માંગ કરેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, તાા.08/04/ર0ર1ના રોજ એક વ્યકિતએ અમરેલી સિવીલ હોસ્પિટલ સંબંધમાં વિડીયો વાયરલ કરેલ છે.
આ વિડીયો વાયરલ કરનાર વ્યકિતઓ તદ્ર જુઠ્ઠાણુ ફેલાવે છે.
આ વિડીયો વાયરલ કરનારના કુટુંબી ફુવાનો કોરોના રીપોર્ટ તા.7/4/ર0ર1 ના રોજ નેગેટીવ આવેલ હતો, જેથી તેમને કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવેલ ન હતા. પરંતુ નોન કોવિડ જનરલ વોર્ડ રૂમ નં. 8 ના પેશન્ટ હોય, ત્યાં દાખલ કરવામાં આવેલ હતા.
ઉપરોકત પેશન્ટને કોરોનાનો રીપોર્ટ નેગેટીવ હોવાથી નોન કોવિડ જનરલ વોર્ડ રૂમ નં.8 માં દર્દી તરીકે દાખલ કરવામાં આવેલ હતા અને ત્યાં તેમનું અવસાન થયેલ હતું.
ઉપરોકત વિડીયોમાં રીપોર્ટ બતાવનાર તથા વિડીયો ઉતારનાર પોતે સુપરાટેક પ્રાઇવેટ લેબોરેટરીનો રીપોર્ટ, જે વિડીયોમાં બતાવે છે, તે સુપરાટેક લેબોરેટરીનો બ્લડ રીપોર્ટ છે અને તે રીપોર્ટમાં પણ દર્દી કયાય કોરોના પોઝીટીવ હોય, તેવું દર્શાવેલ નથી.
આ કામે અમોએ આ રીપોર્ટ સંબંધમાં સુપરાટેક લેબોરેટરીમાં લેખિત પુછપરછ કરાવતા તેમણે પણ અમારી વાતને સમર્થન આપીલેખિતમાં જવાબ આપેલ છે. આ કામે ઉપરોકત દર્દીનો કોરોના ટેસ્ટનો તા.7/4/ર0ર1નો નેગેટીવ રીપોર્ટ આવેલ આ કામે ઉપરોકત વિડીયોમાં દર્શાવેલ તથા વિડીયો ઉતારનાર તથા વાયરલ કરનાર વ્યકિત ખોટી રીતે સિવિલ હોસ્પિટલને બદનામ કરવા, હેરાન કરવાના એકમાત્ર ઇરાદા સાથે પબ્લીકને ગેરમાર્ગે દોરવા, ડરાવવા ના ઇરાદે અને હોસ્પિટલની બદનામી થાય તેવા અસામાજીક તત્વોની ચડામણી આ વિડીયો વાયરલ કરેલ હોય અને તેમાં તથ્ય ન હોય તેમના વિરૂઘ્ધ કાર્યવાહી કરવી જોઇએ.
ઉપર મુજબની હકીકતો લક્ષમાં લઇ આ વિડીયોની ચકાસણી કરી તેમજ રજુ રાખેલ દસ્તાવેજોની ચકાસણી કરી, ઉપરોકત વિડીયો બનાવનાર અને ઉતારનાર તથા વાયરલ કરનાર ઇસમો વિરૂઘ્ધ કાર્યવાહી કરવા અંતમાં માંગ કરેલ છે.
Recent Comments