ભાવનગર જિલ્લામા આજરોજ ૧૨૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૮,૦૪૭ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૪૫ પુરૂષ અને ૩૬ સ્ત્રી મળી કુલ ૮૧ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ગારીયાધાર ખાતે ૧, ભાવનગર તાલુકાનાં ભંડારીયા ગામ ખાતે ૩, ઉમરાળા તાલુકાના ઉજળવાવ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ધોળા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના રામણકા ગામ ખાતે ૧, ઘોઘા ખાતે ૩, તળાજા તાલુકાના ગોરખી ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના દેવળીયા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ભોજાવદર ગામ ખાતે ૧, ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામ ખાતે ૧, જેસર ખાતે ૧, પાલીતાણા ખાતે ૫, ઉમરાળા તાલુકાના વડોદ ગામ ખાતે ૧, વલ્લભીપુર ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના દરેડ ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ ખાતે ૧, ઉમરાળા ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના રતનપર(ગા) ગામ ખાતે ૨, વલ્લભીપુર તાલુકાના પીપળીયા ગામ ખાતે ૧, વલ્લભીપુર ખાતે ૪, ઘોઘા તાલુકાના નાના ખોખરા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના અમરગઢ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ઇંગોરાળા ગામ ખાતે ૧, તળાજા ખાતે ૨, સિહોર ખાતે ૧, ભાવનગર તાલુકાના હાથબ ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ધારડી ગામ ખાતે ૨, તળાજા તાલુકાના દેવલી ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના નાની પાણીયારી ગામ ખાતે ૧ તેમજ ઉમરાળા તાલુકાના ધોળા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૪૭ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૪૩ અને તાલુકાઓમાં ૭ કેસ મળી કુલ ૫૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૮,૦૪૭ કેસ પૈકી હાલ ૯૨૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા ૭૬ દર્દીઓનુ અવસાન થયેલ છે.
Recent Comments