રાજકોટ સિવિલમાં એન્ટ્રી પોઇન્ટથી બહાર સુધી એમ્બ્યુલન્સના થપ્પા
રાજકોટમાં દિવસ ને દિવસે કોરોના કેસની સંખ્યા વધી રહી છે. બીજી તરફ, હોસ્પિટલોમાં ટપોટપ મોત થઇ રહ્યાં છે. સરકારી આંકડા અલગ જ બતાવવામાં આવી રહ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલની અંદર એમ્બ્યુલન્સની લાઇન જાેતાં કોરોનાની ભયાનક પરિસ્થિતિ વિશે જાણી શકાય છે. ગત રાત્રે સિવિલમાં કોવિડ હોસ્પિટલના એન્ટ્રી પોઇન્ટથી ગ્રાઉન્ડ સુધી એમ્બ્યુલન્સની લાંબી લાઇન જાેવા મળી હતી. હોસ્પિટલમાં બેડ ફુલ હોવાથી એમ્બ્યુલન્સમાં જ દર્દીને ઓક્સિજન આપી સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ સ્ટ્રેચર પર દર્દીને સારવાર આપવામાં આવતી હોવાનાં દૃશ્યો જાેવા મળ્યાં હતાં. રાત બાદ દિવસે પણ ૧૫ જેટલી એમ્બ્યુલન્સની લાઇન જાેવા મળી છે.
રાત્રે ૧૫ જેટલી એમ્બ્યુલન્સની લાઇન જાેવા મળી હતી. ત્યારે આજે સવારથી ફરી એમ્બ્યુલન્સની લાઇન લાગી ગઇ છે. સવારથી ૧૫ જેટલી એમ્બ્યુલન્સ દર્દી સાથે વેઇટિંગમાં ઊભી રહી ગઇ છે. ત્રણથી ચાર કલાકે એક એમ્બ્યુલન્સનો વારો આવી રહ્યો છે. સિવિલ બહાર આજે પણ એમ્બ્યુલન્સની લાઇન લાગી જતા ચિંતાજનક સ્થિતિ જાેવા મળી રહી છે. ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં તમામ એમ્બ્યુલન્સ રાખી દેવામાં આવી છે. એક તરફ સરકાર કહે છે કે બેડ વધરાવામાં આવ્યાં છે તો વારો કેમ આવતો નથી તેવા સવાલો લોકોમાં થઇ રહ્યા છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાત્રે ૧૫થી વધુ એમ્બ્યુલન્સની લાઇન જાેવા મળી હતી. કેટલાક દર્દીને પરિવારજનો અને હોસ્પિટલ સ્ટાફ સ્ટ્રેચરમાં જ ઓક્સિજન આપતા લઇ જતા નજરે પડ્યાં હતાં. રાજકોટની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક જાેવા મળી રહી છે, જેમાં મોટા ભાગની હોસ્પિટલોમાં બેડ ફુલ હોવાનું સામે આવી રહ્યું છે. કોરોનાની બીજી લહેરમાં લોકોને સૌથી વધુ ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું છે પૂરતો ઓક્સિજન ન મળવાથી દર્દીઓના મૃત્યુ થઇ રહ્યાંનું સામે આવ્યું છે.
Recent Comments