અમરેલી જિલ્લા માં કોરોના ના વધતા કેસ માટે 108 ની ટીમ ફરીથી એલર્ટ મોડ પ
આરોગ્ય વિભાગ સાથે જોડાયેલ G.V.K EMRI અમરેલી 108 ટીમ પણ કોરોના સામે ફ્રન્ટ લાઈન વોરિયર્સ તરીકે સમગ્ર ગુજરાત સહિત અમરેલી જિલ્લામાં રાત દિવસ 24X7 નિષ્ઠાપૂર્વક પોતાની અવિરત સેવા આપી રહી છે. અમરેલી જિલ્લા માં કોરોના ના કેસ માં એકદમ વધારો થતા અમરેલી 108 ટીમ કોરોના ના કેસ કરવા માટે ફરી થી એલર્ટ મોડ પર કરી દેવા માં આવી છે જ્યારે અમરેલી જિલ્લાના બધા જ તાલુકા માંથી કેસો આવી રહ્યા છે અને આવતા કેસ ને અમરેલી જિલ્લાની સીવીલ હોસ્પિટલ માં સારવાર માટે લઈ જવામાં આવે છે અને જ્યારે કોરોના ના કેસ માં દર્દીની સાથે કોઈ ન હોય ત્યારે ખરા અર્થ માં 108 ના કર્મચારી જ સાચા સાથી બને છે જે પોતાને પણ સંક્રમણ ન થાય તેની પણ પુરેપુરી સાવચેતી રાખે છે અને બીજા દર્દીને વધુ સંક્રમણ ન થાય તેના માટે એમ્બ્યુલન્સ ને વારંવાર સેનીટાઇઝ કરતા હોય છે. આવા આકરા તાપ માં પીપીઇ કીટ પહેરી ને 108 એમ્બ્યુલન્સમાં દર્દી માટે ના કંપાટમેન્ટ માં રહી ને દર્દી ને કોઈ પણ પ્રકાર ના ડર વગર અને જીવ ના જોખમે ઉત્સાહ પૂર્વક ફરજ બજાવી રહ્યા છે અને એપ્રિલ માસ માં 1 થી 13 એપ્રિલ સુધી માં અંદાજે 400 થી પણ વધુ દર્દીઓ ને હોસ્પિટલ સુધી સારવાર માટે પહોચાડેલ છે.
Recent Comments