સાબરમતી નદીમાંથી તરતા મળ્યા ૨ મૃતદેહ
ગુજરાતના સૌથી મોટા મહાનગર કહેવાતા એવા અમદાવાદમાં કોરોના વાયરસના કારણે હાહાકર મચી ગયો છે અને આ વાયરસના કારણે લોકો પહેલેથી જ પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે આ વચ્ચે અમદાવાદમાંથી એક મોટી ઘટના સામે આવી છે. આ ઘટના અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીને લઈને છે, જ્યાં નદીમાંથી ૨ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ, સાબરમતી નદીમાંથી મળેલા મૃતદેહ એક મહિલા-બાળકનો છે. આ બંને મૃતદેહ ગાંધી બ્રિજ નીચે નદીમાં તરતી હાલતમાં મળ્યા હતા. જાે કે તેઓના મોત કેવી રીતે થયા તે અંગે કોઈ આધારભૂત પુરાવા મળ્યા નથી.
બીજી તરફ આ નદીમાંથી મૃતદેહ મળી આવાની જાણ ફાયર વિભાગે સ્થાનિક પોલીસને કરી હતી, ત્યારબાદ ફાયર રેસ્ક્યુ ટીમે મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે અને સાથે સાથે પોલીસ દ્વારા પણ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Recent Comments