fbpx
ગુજરાત

પાંચ હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનું ગેરકાયદે વિતરણ, પાટીલ વિરુદ્ધ પરેશ ધાનાણી હાઇકોર્ટમાં

ગુજરાતમાં હાલમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. આ દરમિયાન ભાજપના પ્રદેશ-પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં પાંચ હજાર ઇન્જેક્શનનું વિતરણ કર્યું હતું. ત્યાર બાદ ભાજપ દ્વારા વહેંચાયેલાં ઇન્જેક્શન સામે કોંગ્રેસે અનેક સવાલ ઉઠાવી સાંસદ અને ભાજપ પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલ સામે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માગ કરી છે. ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રેમડેસિવિર ઈન્જેક્શનનું ખોટી રીતે વિતરણ કરવા અંગે ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત હાઇકોર્ટમાં નવસારીના ધારાસભ્ય અને ગુજરાત ભાજપ-પ્રમુખ ચંદ્રકાંત આર. પાટીલ સામે જાહેરહિતની ૩૬ પાનાંની અરજી કરી છે. એમાં ગુજરાત સરકાર અને સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી સામે “અનઓથોરાઝ઼ડ ડિસ્ટિબ્યુશન ઓફ રેમડેસિવિર ઇન્જેકશન” ના મુદ્દે જવાબ માગતા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.
આ સાથે કરેલી વધુ એક પિટિશનમાં માં રેમડેસિવિર ઇન્જેકશનના ગેરકાયદે વિતરણ મુદ્દે પરેશ ધાનાણી દ્વારા ગુજરાત સરકાર, સી આર પાટીલ, ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી,સુરત કલેક્ટર અને સુરત પોલીસ કમિશનર અને રાજ્યના ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન-ફૂડ એન્ડ ડ્રગ કમિશનર એચજી કોશિયાનો પણ જવાબ માગવામાં આવ્યો છે.


વિરોધપક્ષના નેતાએ કરેલી જાહેરહિતની અરજીમાં “ફાર્મસી એક્ટ ૧૯૪૯”ના સેકશન ૪૨નો ભંગ થવાની રજૂઆત હાઇકોર્ટને કરવામાં આવી છે, જેમાં રજિસ્ટર ન થયેલી હોઇ એવી વ્યક્તિ દ્વારા વિતરણનો ઉલ્લેખ છે. આમાં ફાર્માસિસ્ટ સિવાય કોઈ અન્ય કોઇ વ્યકિત મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા લખી આપવામાં આવેલા પ્રિસ્ક્રિપ્શન વગર કોઇ દવા આપી શકે નહીં. કાયદાની આ કલમનું ઉલ્લંધન થઇ રહ્યું છે. આ ઉપરાંત ફાર્મસી એકટ ૧૯૪૮ને ટાંકીને એવી રજૂઆત કરાઇ છે કે આ કલમનું ઉલ્લંઘન કરનારને છ મહિનાની કેદની સજાની જાેગવાઈ છે.
રાજ્યમાં કોરોનાના સતત વધી રહેલા પ્રકોપને જાેતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદથી ૨૦ નવા ધનવંતરી રથનું લોકર્પણ કર્યું છે. એ દરમિયાન મુખ્યંમત્રીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે સી.આર પાટીલે કરેલી ૫૦૦૦ રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા પર પણ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે સી.આર પાટીલને સરકારમાંથી એકપણ ઈન્જેક્શન અમે આપ્યું નથી. બીજી તરફ કોંગ્રેસે પણ આ મામલે આક્ષેપો કર્યા છે.


રેમડીસીવીર ઇન્જેકશનની સંગ્રહખોરી તથા તેના વેચાણ એક રાજકીય પક્ષ દ્વારા કરવું ડ્રગ્સ અને કોસ્મેટિક કાયદો ૧૯૪૦ના કલમ ૧૮ પ્રમાણે ગુનો બને છે તથા ઇન્જેક્શન સપ્લાય વિરુદ્ધ પણ કલમ-૧૭ મુજબ સપ્લાય કરનાર અને વેચાણ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ થઈ છે.

Follow Me:

Related Posts