fbpx
ગુજરાત

દેશ માં ડોઝની સંખ્યા આજે ૧૧.૪૪ કરોડનો આંકડો ઓળંગી ગઇ દેશમાં રસીકરણ કવાયતને વેગવાન બનાવવા માટે ૧૧ થી ૧૪ એપ્રિલ દરમિયાન ટીકા ઉત્સવની ઉજવણી

ભારત દેશમાં ચાલી રહેલી  રસીકરણ  કવાયત અંતર્ગત કોવિડ-૧૯ વિરોધી રસીના આપવામાં આવેલા કુલ ડોઝની સંખ્યા આજે ૧૧.૪૪ કરોડનો આંકડો ઓળંગી ગઇ છે. દેશમાં રસીકરણ કવાયતને વેગવાન બનાવવા માટે ૧૧ થી ૧૪ એપ્રિલ દરમિયાન ટીકા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા હતા. આ અંતર્ગત સુરત શહેર મ.ન.પા  તથા જીલ્લામાં લાગુ આરોગ્ય ટીમ  તથા સો.સા પ્રમુખો ના સહયોગથી  યુનિવર્સલ ફાઉન્ડેશનના અધ્યક્ષ તથા ભારત દેશની ચોથી રક્ષાપાંખ સિવીલ ડિફેન્સ અમરોલી ઝોન નાં માનદ્ સૈનિક પ્રકાશકુમાર વેકરીયા દ્વારા ૫૦,૦૦૦થી વધુ લોકોને વિનામુલ્યે  કોરોના રસીકરણ કરવાની પ્રતિજ્ઞા ની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં આ સંસ્થા દ્વારા  તા. ૨૬-૦૩-૨૦૨૧ થી શરુ થયેલા સુરતના ગવર્મેન્ટ હેલ્થ સેન્ટરો અને મોટાવરાછા,નાનાવરાછા, પુણા, વેડરોડ  સહીતના તમામ સેન્ટરો પર આજ સુધી ૧૭૦૦૦ થી ઉપર લોકો વિનામુલ્યે ટીકાકરણ નો લાભ લઇ ચુક્યા છે,અને હાલમાં પણ મોટાવરાછા  ઝોન ના સેનેટરી ઇન્પેક્ટર ભટ્ટ સાહેબ, લાગુ આસિસ્ટન્ટ કમિશ્નર તથા ડેપ્યુટી કમિશ્નરશ્રી ના સલાહ સહયોગ થી  યુનિવર્સલ ફાઉન્ડેશન ના અધ્યક્ષ અને ટીમ ના  હેલ્થ કમિટીના દિવ્યેશ શિરોયા,કેતન કળથીયા,શુભમ અમુલખ નાવડીયા અને રાષ્ટ્ર સેવકોની ટીમ દ્વારા તમામ તૈયારીઓથી અલગ અલગ સંસ્થાઓને અને કંપનીઓને  સંકલિત કરી આ રસીકરણની  કવાયત જોરશોર થી ચાલી રહી છે. આ બાબતમાં યુનિવર્સલ ફાઉન્ડેશન સાથે થયેલ ચર્ચા થી જાણીયે તો સમગ્ર દેશના આંકડા તપાસતા   ટીકા ઉત્સવ દરમિયાન દેશમાં પાત્રતા પ્રમાણે વસ્તી સમૂહમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝનો આંકડો ઉછળીને ટોટલ ૧,૨૮,૯૮૦૦૦.ઉપર પહોંચી ગયો હતો, જે આવનારા દિવસોમાં ઉત્તરોતર વધતો રહેશો અને સમગ્ર દેશને ટીકાકરણ માં ટુંક સમયમાં આવરી લેવાશે.આ બાબતની વધુ જાણકારી મેળવતા દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં રસીના ૩૩ લાખ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા છે.

કોવિડ વિરોધી રસીકરણ કવાયતના ૮૯માં દિવસે (૧૪એપ્રિલ ૨૦૨૧ના રોજ) રસીના કુલ ૩૩,૧૩,૮૪૮ ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, ૪૪,૮૬૪  સત્રોનું આયોજન કરીને ૨૮,૭૭,૪૭૩ લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે ૪,૩૬,૩૭૫ લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts