fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લા સહિત રાજયભરની ખાનગી હોસ્‍પિટલમાં કોવિડનાં દર્દીની સારવારની મંજૂરી આપો : અંબરીશ ડેર

રાજુલાનાં ધારાસભ્‍ય અંબરીશ ડેરે મુખ્‍યમંત્રીને પત્ર પાઠવ્‍યો અમરેલી જિલ્‍લા સહિત રાજયભરની ખાનગી હોસ્‍પિટલમાં કોવિડનાં દર્દીની સારવારની મંજૂરી આપોકોવિડને લઈને અફડાતફડી હોય ઝડપથી સારવાર મળે તે જરૂરીરાજુલાનાં ધારાસભ્‍ય અંબરીષ ડેરે મુખ્‍યમંત્રી રૂપાણીને પત્ર પાઠવેલ છે.પત્રમાં જણાવેલ છે કે, હાલમાં જયારે કોવિડ નામની મહામારીના કારણે સમગ્ર દેશમાં અને ગુજરાત રાજયમાં જયારે સ્‍થિતિ અતિવિકટ અને ગંભીર છે ત્‍યારે પ્રાઈવેટ હોસ્‍પિટલોમાં સારવાર માટે પરમીશન આપવામાં આવતી નથી. જેના લીધે લોકોને અત્‍યારે ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. માટે હાલની સ્‍થિતિએ પ્રાઈવેટ હોસ્‍પિટલમાં પણ પરમીશન હોય કે ના હોય કોરોના દર્દીને સારવાર માટે મંજૂરી આપવી જોઈએ. પ્રાઈવેટ હોસ્‍પિટલ/લેબને આરટીપીસીઆર ટેસ્‍ટ માટેની પણ મંજૂરી આપવી જોઈએ અને સાથોસાથ રેમડેસિવિર અને જરૂરિયાતમંદ ઈન્‍જેકશનો પણ પ્રાઈવેટ હોસ્‍પિટલોમાં આપવા જોઈએ.આમ તો બે દિવ પહેલા નાયબ મુખ્‍યમંત્રી અને આરોગ્‍ય મંત્રીએ પોતાની સ્‍પીચમાં કહૃાું હતું કે, આ બાબતમાં પ્રાઈવેટ હોપિટલોમાં પણ છૂટ આપીશું પણ હજુ સુધી તેની અમલાવરી થઈ નથી.કાયદાનું સ્‍વરૂપ જડ છે પણ કાયદો ઘડવાવાળા (ધારાભ્‍યો), કાયદાનો અમલ કરાવવાવાળા (અધિકારીઓ) અને કાયદો જેના લાગુ કરવાનો હોય છે તે (લોકો) આ ત્રણેય જડ નથી એટલે માનવ જીંદગી બચે તે ખૂબ જ જરૂરી છે. તો ઉપરોકત બાબતે કોરોના દર્દીને પ્રાઈવેટ હોસ્‍પિટલમાં સારવાર અને આરટીપીસીઆર ટેસ્‍ટ તથા રેમડેસિવિર અને બીજા જરૂરી ઈન્‍જેકશનો માટેની પણ મંજૂરી આપવા યોગ્‍ય કરવા અંતમાં માંગ કરેલ છે.

Follow Me:

Related Posts