fbpx
રાષ્ટ્રીય

રસીના અભાવે મુંબઇના ૪૯ વેક્સિનેશન સેન્ટર બંધ!

એક તરફ મુંબઇમાં કોરોનાનો આતંક વધી રહ્યો છે અને બીજી તરફ છેલ્લાં એક અઠવાડિયાથી વેક્સિનના ડોઝનો પુરવઠો પૂર્વવત્‌ નહીં થતાં શહેરના ૪૯ વેક્સિનેશન સેન્ટર બંધ કરવાની નોબત આવી હતી. બંધ કરવામાં આવેલા રસીકરણના કેન્દ્રોમાં પાલિકાના છ અને રાજ્ય તથા કેન્દ્ર સરકારના પાંચ કેન્દ્રનો પણ સમાવેશ થતાં વેક્સિનેશનની ઝુંબેશ પર માઠું પરિણામ જાેવા મળી રહ્યું છે.

મુંબઇમાં મંગળવારે ૩૯,૫૨૨ નાગરિકોને વેક્સિન આપવામાં આવી હતી, તે પૈકી ૧૫,૦૫૧ નાગરિકોએ વેક્સિનનો બીજાે ડોઝ લીધો હતો. અત્યાર સુધીમાં મુંબઇમાં ૧૨૯ વેક્સિનેશન સેન્ટર્સ પર વેક્સિન આપવામાં આવી રહી છે. તેમાં પાલિકાના ૩૯, રાજ્ય અને કેન્દ્ર સરકારના ૧૭ અને ખાનગી ૭૩ સેન્ટર્સનો સમાવેશ થાય છે. મુંબઇમાં વેક્સિનની અછત નિર્માણ થતાં છેલ્લાં બે દિવસથી ખાનગી રસીકરણ કેન્દ્રો બંધ રાખવાની ફરજ પડી હતી. જાેકે, મંગળવારે પાલિકા અને સરકારના કેન્દ્રોને વેક્સિનના અપૂરતા ડોઝને કારણે બંધ કરવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts