હરિયાણામાં સ્કૂલોમાં ૩૧ મે સુધી ઉનાળુ વેકેશન જાહેર
રાજ્યમાં કોરાનાના કેસમાં થઇ રહેલા સતત વધારાને ધ્યાનમાં રાખીને હરિયાણા સરકારે સ્કૂલોમાં ૨૨ એપ્રિલથી ૩૧ મે સુધી ઉનાળુ વેકેશન જાહેર કરી દીધું છે. રાજ્યના શિક્ષણ પ્રધાન કંવર પાલે આ અંગે બુધવારે ટિ્વટ કરીને માહિતી આપી હતી. અગાઉ સરકારે આઠમા ધોરણ સુધીની સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે ૩૦ એપ્રિલ સુધી શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે કોરોના કેસમાં સતત વધારાને કારણે બધા જ ધોરણની શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
દરમિયાન બુધવારે રાજસ્થાન સરકારે તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં ૪૫ દિવસનું ઉનાળાનું વેકેશન જાહેર કર્યું હતું. ૨૨મી એપ્રિલથી વેકેશન શરૂ થશે અને ૬ જૂને પૂરું થશે.
Recent Comments