અન્ય રાજ્યો કે કુંભમેળામાંથી આવનાર વ્યક્તિઓએ અમરેલી આરોગ્ય વિભાગના નંબર પર સંપર્ક કરવો

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સૂચનાથી અન્ય રાજ્ય કે કુંભમેળામાંથી અમરેલી જિલ્લામાં પ્રવેશતા તમામ વ્યક્તિઓને છેલ્લા ૭૨ કલાકમાં RTPCR ટેસ્ટ કરાવેલ હોય અને તે નેગેટિવ હોય તેવા મુસાફરો કે વ્યક્તિઓને જ અમરેલી જિલ્લામાં પ્રવેશ મળવાપાત્ર છે. હાલ અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણને ધ્યાને લેતા અન્ય રાજ્યો કે કુંભ મેળામાંથી આવનાર વ્યક્તિઓ કે મુસાફરોએ સ્વેચ્છાએ આરોગ્ય વિભાગના હેલ્પલાઇન નંબર ૦૨૭૯૨ ૨૨૮૨૧૨ ઉપર જાણ કરવા અપીલ કરવામાં આવે છે જેથી કોરોના સંક્રમણ અટકાવવા નિવારાત્મક પગલાં લઈ શકાય.
Recent Comments