ચૈત્રી પૂનમે ભુરખીયા હનુમાનજી દાદાનો જન્મોત્સવ પુજારી પરિવાર દ્વારા કેક કાપી ઉજવણી કરી આનંદોત્સવ મનાવ્યો
ચૈત્રી પુનમના દિવસે ભુરખીયા હનુમાનજી દાદાના દશૅનાથે દુર દુરથી શ્રધ્ધાળુઓ પગપાળા ચાલીને આવે છે.અને રાત્રીના બાર વાગ્યા સુધી સ્વયંભુ પ્રાગટ્ય હનુમાનજી મહારાજને પોતાનું યોગદાન આપી સેવાઓ કરી પૂણ્યનું ભાથુ બાંધીને રાત્રે બાર વાગ્યાની મહાઆરતીના દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવે છે.
કોરોના મહામારીના કારણે તમામ સુવિધાઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવતા પુજારી પરિવારને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.આમ છતાં તેમના ઈષ્ટદેવ હનુમાનજી દાદાના રાજીપાને શિરોમાન્ય ગણી ફક્ત પુજારી પરિવાર દ્વારા દાદાને હાલના સમય સંજોગ અનુસાર સાદગી પૂર્ણ રીતે કેક કાપી દાદાને ખુશ કરી મહાઆરતી કરવામાં આવી હતી.
રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ લાઠી
Recent Comments