fbpx
અમરેલી

જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા અમરેલી જિલ્લામાં થયેલ કમોસમી વરસાદના કારણે પાકોને થયેલ નુકશાનનો સર્વે કરી ખેડુતોને યોગ્ય વળતર ચુકવવા સરકારને રજુઆત કરી


અમરેલી જિલ્લામાં બે ત્રણ દીવસથી પવન – વાવાઝોડા સાથે કમોસમી વરસાદ થઈ રહયો છે. જેના હિસાબે અમરેલી જિલ્લાનાં તાલુકાઓમાં બાગાયતિ પાક કેરી ખરી પડવાથી અને આંબાનાં વૃક્ષો પડી જવાથી તેમજ તલ અને બાજરીનાં પાકોને નુકશાન થયેલ છે. અમરેલી જિલ્લામાં પાકોને થયેલ નુકશાનનું સર્વે કરી ખેડુતોને યોગ્ય વળતર મળી રહે તેમજ ખેડુતોને મદદ રૂપ થવા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાએ ગુજરાત રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, રાજયનાં કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુ, કેન્દ્રીય રાજય કૃષિમંત્રીશ્રી પરશોતમભાઈ રૂપાલા અને જિલ્લાનાં પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાને લેખતિમાં રજુઆત કરી છે.

Follow Me:

Related Posts