fbpx
અમરેલી

અમરેલી જીલ્લામાં દર્દી ઓ માટે તદ્દન વિનામુલ્યે ઓકિસજનની સુવિધા સાથે એક સાથે બે એમ્બ્યુલન્સ શરૂ કરાવતાં ડો. ભરત કાનાબાર

”શ્રધ્ધા એકસપ્રેસ” અને ”વિશ્વાસ એકસપ્રેસ” શહેરમાં પણ દર્દીઓને સેવા આપશે. કોરોનાની વર્તમાન મહામારીમાં સંક્રમણ હવે જયારે નાનાં નાનાં ગામડાંઓ સુધી પહોંચી ગયું છે ત્યારે ઓકિસજનની વધુ જરૂરિયાતવાળા અને વેન્ટીલેટરની જરૂર હોય તેવા ગંભીર સ્થિતિના દર્દીઓને ઈમરજન્સીમાં અમરેલીની અમરેલીની હોસ્પીટલોમાં દાખલ કરવા પહોંચાડવા પડે છે. આ સિવાય પણ કોરોનાના દર્દીઓને ડોકટરો પાસે નિદાન અને સારવાર માટે, લેબોરેટરી તપાસ માટે અને સી.ટી. સ્કાન માટે અમરેલી આવવું ફરજીયાત બની જાય છે. આવા દર્દીઓને ફેરવવા માટે એમ્બ્યુલન્સ તથા ૧૦૮ જલ્દી મળતી નથી.

પ્રાયવેટ એમ્બ્યુલન્સ અને ટેક્ષીઓ કોવીડના દર્દીઓની હેરફેર માટે જલ્દી તૈયાર થતાં નથી યા તો ખુબજ ઉંચા ભાડા વસૂલે છે. વળી રાત્રે ઈમરજન્સી સમયે વાહનો મળવા પણ મુશ્કેલ બની જાય છે અને ઘણીવાર વાહનના અભાવે દર્દીના જીવ પર જોખમ ઉભું થઈ જતું હોય છે. આ પરિસ્થિતિમાં લોકોને સહાયરૂપ થવા અને આર્થિક બોઝો ન પડે તે માટે, અમરેલી રેડક્રોસ સોસાયટીના માધ્યમથી ડો. ભરતભાઈ કાનાબારે આજથી એક સાથે બે એમ્બ્યુલન્સની સેવા ચાલું કરી છે.

”શ્રધ્ધા એકસપ્રેસ” અને ”વિશ્વાસ એકસપ્રેસ” ના નામ સાથેની આ બે મીની એમ્બ્યુલન્સમાં ઓકિસજન સુવિધા પણ સામેલ રાખી છે. આ સેવા દિવસ–રાત ર૪ કલાક ઉપલબ્ધ રહેશે. આ એમ્બ્યુલન્સ અમરેલી જિલ્લાની અંદર જ સેવા આપશે. જિલ્લાના કોઈપણ સ્થળેથી દર્દીને અમરેલી લઈ આવવા તેમજ અમરેલીથી જિલ્લાના કોઈપણ સ્થળે દર્દીને પહોંચાડવા એમ્બ્યુલન્સ તદ્દન વિનામુલ્યે આપવામાં આવશે. જિલ્લાઉપરાંત અમરેલી શહેરના દર્દીઓને તેમના ઘેરથી હોસ્પીટલ, લેબોરેટરી કે સી.ટી. સ્કાન કરવા જવા માટે પણ એકપણ રૂપિયાનો ચાર્જ લીધા વગર સેવા આપશે.

આજરોજ અમરેલી રેડક્રોસ સોસાયટી બ્લડ બેન્ક ખાતે આ બન્ને એમ્બ્યુલન્સના લોકાર્પણનો નાનકડો કાર્યક્રમ રાખવામાં આવેલ. સાવરકુંડલા ખાતેના પરમ આદરણીય ભકિતરામબાપુ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં આ એમ્બ્યુલન્સોનું લોકાર્પણ નાગરિક બેન્કના ચેરમેન પી.પી. સોજીત્રા તથા લાયન્સ કલબ રોયલના વસંતભાઈ મોવાલીયાના વરદ્ હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે અમરેલી સિવિલ હોસ્પીટલમાં અવિરત સેવા આપવા માટે પીન્ટુભાઈ ધાનાણીનું તેમજ અમરેલીમાં મહામારીના બીજા વેવની શરૂઆતથી જ હોસ્પીટલમાં દાખલ થયેલ અને હોમ કવોરેન્ટાઈનમાંરહેતા દર્દીઓના ભોજન માટે રોજ ૧૦૦૦ થી વધુ ટીફીનો પુરા પાડનાર પી.પી. સોજીત્રાનું અને જીલ્લામાં અવિરત પણે ઓકિસજન સેવા કરી રહેલ વસંતભાઈ મોવાલીયાનું ભકિતરામબાપુના હસ્તે સન્માન કરવામાં આવેલ. આ કાર્યક્રમ માં રેડક્રોસ સોસાયટીના વાઈસ ચેરમેન ડો. પીયુષભાઈ ગોસાઈ, શીતલ આઈસ્ક્રીમના દિનેશભાઈ ભુવા, વેપારી અગ્રણી જીતુભાઈ ગોળવાળા, બીપીનભાઈ ગાંધી, રાજુભાઈ કામદાર, પ્રફુલભાઈ બાંટવીયા, યોગેશભાઈ કોટેચા, દીપકભાઈ વઘાસીયા, હીરેનભાઈ જોષી, ”લાલજીદાદાના વડલા” માંથી અશોકભાઈ, લાઠીથી રાજુભાઈ ભુવા તથા પ્રીન્ટ અને ઈલેકટ્રોનીક મીડીયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહયા
હતા.

આ બન્ને એમ્બ્યુલન્સ સેવામાં, અમરેલી રેડક્રોસ સોસાયટીને લંડનથી દિવ્ય સેવા ફાઉન્ડેશનના ભારતીબેનનો, લાઠી ખાતેના
”લાલજી દાદાના વડલા”ના માધ્યમથી સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકીયા, અમરેલીના કમલેશભાઈ ગરાણીયા અને બાબરામાં ”ઓકિસજન સેવા” કરતાં તેજસભાઈનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ છે આ બન્ને એમ્બ્યુલન્સ દર્દીઓ માટે ર૪ કલાક ઉપલબ્ધ રહેશે.
એમ્બ્યુલન્સ મેળવવા માટેના કોન્ટેકટ નંબરો નીચે મુજબના છે.
ચેતનભાઈ રાવળ – ૯૧૦૬૬ ૦૩૫૩૬, કમલેશભાઈ ગરાણીયા – ૯૮૭૯પ ૯૪૩૦, વિપુલભાઈ ભટ્ટી – ૯૯૨૫૬ ૬૦૦૪૪
રીતેશભાઈ ઉપાધ્યાય – ૯૮રપર ૩પર૧૪, તુલસીભાઈ સોની – ૯૪૨૬૨ ૩૩૯૯૨, જયેશભાઈ ટાંક – ૯૩ર૭૦ પર૪૦૦

Follow Me:

Related Posts