fbpx
અમરેલી

પ્રભારીમંત્રીએ મોટા આંકડિયા, ઈશ્વરીયા અને શેડુભારની મુલાકાત લીધી

અમરેલી જિલ્લાના પ્રભારીમંત્રી શ્રી અને અન્ન નાગરિક પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આજે અમરેલીના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. અમરેલી ખાતેના કૈલાસ મુક્તિધામ અને મોટા આંકડિયાના સ્મશાનગૃહની મુલાકાત દરમિયાન સ્મશાનગૃહમાં સેવા આપતા સ્વયં સેવકોના ખબર અંતર પૂછી તેઓની કામગીરીને બિરદાવી તેઓને જરૂર પડે ત્યારે મદદ કરવા ખાતરી આપી હતી. આ ઉપરાંત મોટા આંકડિયાના ગ્રામજનો સાથે ગામમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.

મંત્રીશ્રીએ ઈશ્વરીયા ખાતે તૈયાર કરવામાં આવેલા સેફરોન સ્કુલ ખાતે શરૂ કરવામાં આવેલા કોમ્યુનિટી કોવીડ કેર સેન્ટર અને શેડુભાર હાઈસ્કૂલમાં તૈયાર કરવામાં આવેલા કોમ્યુનિટી કોવીડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. આ તકે અમરેલીના સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જે. એચ. પટેલ તેમજ પંચાયતોન હોદેદારો, ગામના અગ્રણીઓ તથા ગ્રામજનો જોડાયા હતા.

Follow Me:

Related Posts