લાઠી શહેરમાં સંતોકબા મેડિકલ સેન્ટર લાલજી દાદાનો વડલો તેમજ શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા કોવિડ કેર સેન્ટરની સેવાટીમ
લાઠીમાં શહેરમાં ચાલતા કોવિડ કેર સેન્ટરમાં વતનનું રૂણ ચૂકવવા જિલ્લા આગેવાન જનકભાઈ પી.તળાવીયાની સાથે પી.પી.સવાણી હોસ્પિટલના સંચાલકશ્રી વિપુલભાઈ તળાવીયા તેમજ ડોકટર પ્રતીક સાવજ દ્વારા રૂબરૂ મુલાકાત કરવામાં આવી.
લાઠી શહેર ખાતે સંતોકબા મેડિકલ સેન્ટર લાલજી દાદાનો વડલો તેમજ શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા કોવિડ કેર સેન્ટરની જિલ્લા આગેવાન અને પૂર્વ પ્રમુખ શ્રી તાલુકા પંચાયત લાઠી જનકભાઈ પી.તળાવિયા સાથે લાઠી શહેરમાં “સેવા” સંસ્થાના માધ્યમથી નામાંકિત ડોક્ટરની ટીમ લઈને પી.પી.સવાણી હોસપીટલના સંચાલકશ્રી વિપુલભાઈ તળાવીયા તેમજ જેમણે ૧૫ હજારથી વધુ પણ કોરોનાના દર્દીઓને સારવાર કરીને સાજા કર્યા છે, અને સૌરાષ્ટ્રની પરિસ્થિતિ બેકાબૂ બનતી હોય ત્યારે “સેવા” સંસ્થાના માધ્યમથી અમરેલી જિલ્લામાં પહોંચી પોતાના વતનનું ઋણ ચૂકવવા આજે લાઠી શહેર ખાતે ચાલતા બંને કોવિડ સેન્ટરમાં દર્દીઓની મુલાકાત લઇ નિષ્ણાંત ડોક્ટરો દ્વારા દર્દીઓને સારવાર આપી સૌરાષ્ટ્રમાં કોરોના દર્દીઓને ઝડપથી સારવાર અને સુવિધા મળી રહે તેવા આશયથી આ મહાનુભાવો સેવાકીય કામગીરી કરી રહ્યા છે ત્યારે લાઠી તાલુકાના ભાજપ આગેવાનશ્રીઓ જીતુભાઈ ડોંડા, અશોકભાઈ કથીરિયા, ધર્મેશ ભાઈ સોની, હિરેનભાઈ ડાયાણી, ઈતેશભાઈ મહેતા, તેમજ નિરંજનીબાપુ અને કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના સગાસંબંધીઓએ આવેલા મહાનુભવોને વતન પ્રત્યેનો પ્રેમ અને લાગણી જોઈ ને બિરદાવવામાં આવ્યા હતા. તેમજ આવેલ બન્ને મહાનુભાવો નો જનકભાઈ પી.તળાવીયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Recent Comments