અમરેલી આદર્શ નિવાસી શાળામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ધો. ૯ અને ૧૦માં વિનામૂલ્યે પ્રવેશ
આગામી વર્ષમાં અમરેલી આદર્શ નિવાસી શાળામાં ધોરણ ૯ અને ૧૦ માટે પ્રવેશ મેળવવા ઇચ્છતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે (કન્યા અને કુમાર) પ્રવેશની પ્રક્રિયા હાલ ચાલુ છે. કન્યાના પ્રવેશ માટે સહયોગ, ગાયત્રી નગર સોસાયટી, બટારવાડી, અમરેલીનો ૯૭૨૩૨ ૫૯૨૯૨ અથવા ૯૯૦૪૭ ૩૪૧૭૨ ઉપર સંપર્ક કરવાનો રહેશે. તેમજ કુમારના પ્રવેશ માટે આદર્શ નિવાસી શાળા (કુમાર) વૃંદાવન પાર્ક -૨, એસ. ટી. ડિવિઝન સામે, લાઠી રોડ, અમરેલીનો ૯૯૭૮૨ ૬૮૪૦૬ અથવા ૬૩૫૨૭ ૫૮૫૬૩ ઉપર વ્હોટ્સઅપમાં પર રિઝલ્ટ મોકલી નામ નોંધાવી શકાશે. ધો. ૯/૧૦ માં પ્રવેશ માટે સવારે ૯ થી ૧૨ તથા બપોરે ૪ થી ૬ દરમિયાન પ્રવેશ શરુ જ છે. ધોરણ ૯ માં પ્રવેશ માટે મે-૨૦૨૧ ની ધો.૮ પાસની માર્કશીટ, ધો ૧૦ માં પ્રવેશ માટે ધો. ૯ ની માર્કશીટ જોડવાની રહેશે. વધુ વિગતો માટે આપેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે.
નોંધનીય છે કે અનુસૂચિત જાતિની આદર્શ નિવાસી શાળાઓમાં શિક્ષણ તેમજ રહેવા અને જમવાની સુવિધા તદ્દન મફત હોય છે. પથ્ય પુસ્તકો, સ્ટેશનરી, ગણવેશ, બુટ મોજા, તેલ, સાબુ વગેરે જેવી ચીજવસ્તુ શાળા તરફથી જ મળે છે. સલામતી માટે ૨૪ કલાક લેડીઝ જેન્ટ્સ સિક્યુરિટી તથા સીસીટીવી કેમેરાની વ્યવસ્થા છે. શાળાકીય શિક્ષણ સાથે વધારાના શિક્ષણની લાયકાત ધરાવતા શિક્ષકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે.
Recent Comments