તારક મહેતાના બબીતાજી ની ધરપકડ કરવા ઊઠી રહી છે માંગ
તારક મહેતા ફેમ બબીતા ?જી એટલે કે મુનમુન દત્તા વિવાદમાં આવી છે. ટીવીના સૌથી લોકપ્રિય કોમેડી શો તારક મહેતાની સ્ટાર કાસ્ટમાંથી એક મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેના સોશિયલ મીડિયા પર લાખો ફોલોવર્સ છે. તે તેના સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ અને ટિ્વટર પર તેના ફોટા અને વીડિયો શેર કરતી હોય છે. આમ તો તેના વખાણ જ અત્યાર સુધી થયા છે પરંતુ છેલ્લે તેણે એક એવો વીડિયો શેર કરી દીધો જેણે તેની સમસ્યા વધારી દીધી છે.
આ વીડિયો વાયરલ થયા બાદ તેના ફોલોવર્સ પણ રોષે ભરાયા છે અને હવે ટ્રેંડ થયું છે. આ વીડિયોના કારણે તે ટ્રોલનો સામનો કરી રહી છે.
મુનમુન ટૂંક સમયમાં યુટ્યુબ પર આવવા જઇ રહી છે, આ માટે તેણે રવિવારે એક વીડિયો શેર કર્યો, જેમાં તેણે કહ્યું હતું કે, ‘હું યુટ્યુબ પર આવવા જઇ રહી છું, તેથી હું સારી દેખાવા માંગુ છું, હું ભંગી જેવી દેખાવા નથી માંગતી. એક ટ્વીટર યૂઝરે આ વીડિયોનો કેટલોક પાર્ટ શેર કર્યો છે.
આ વીડિયોમાં મુનમુને બોલેલો ભંગી શબ્દ લોકોને પસંદ પડ્યો નહીં અને તેના કારણે મુનમુનને ટ્રોલ કરવામાં આવી હતી. હવે ટિ્વટર પર મુનમુનનો આ વીડિયો વાયરલ થયો છે અને સાથે જ તેની ધરપકડ કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે.
જાે કે આ હોબાળો થયા બાદ મુનમુન દત્તાએ પણ માફી માંગી છે. તેણે એક પોસ્ટ શેર કરી લખ્યું છે કે તેનો આશય કોઈની લાગણી દુભાવવાનો ન હતો. તેની વાતનો અર્થ આ પ્રકારનો ન હતો.
Recent Comments