સુખનાથ મંદિર ચોક યુવક મંડળ દ્રારા દિલીપ સંઘાણીના જન્મ દિવસે ફ્રુટ વિતરણ સીવીલ હોસ્પિટલ,પટેલ કન્યા છાત્રાલય નોન કોવીડ કેર સેંન્ટર ખાતે કરાયુ ફ્રુટ વિતરણ
જન્મ દિવસની ઉજવણી એક પરંપરા બની ગઈ છે તેવા માહોલ વચ્ચે સામજીક અને અનુકરણીય કદમ જોવા મળ્યુ જેમા રાષ્ટ્રિય સહકારી આગેવાન, પૂર્વ કેબીનેટ મંત્રી, ખેડૂતપુત્ર દિલીપ સંધાણીના જન્મ દિવસને સુખનાથ મંદિર ચોક યુવક મંડળ દ્રારા સીવીલ હોસ્પિટલ, કન્યા છાત્રાલય સ્થિત નોન કોવીડ કેર સેંન્ટરના દર્દીઓને તથા મહિલા વિકાસ ગૃહની બહેનોને આરોગ્યપ્રદ ફ્રુટનું વિતરણ કરીને જન્મ દિવસની સાદગીસભર માનવતાવાદી સેવા કાર્ય સાથે ઉજવણી કરવામા આવી હતી.
કોરોના મહામારી વચ્ચે દર્દીનારાયણની સેવા સાથે સંઘાણીના જન્મ દિવસ વણીલઈને મીત્રો, શુભેચ્છકો અને સુખનાથ મંદિર ચોક યુવક મંડળ દ્રારા કરવામા આવેલ સેવા કાર્યને બિરદાવવા સાથે સૌ કોઈએ દિલીપ સંઘાણીને શુભકામનાઓ પાઠવી હોવાનું યાદીમા જણાવાયેલ છે.
ફ્રુટ વિતરણ કાર્યમા શૈલેશ સંઘાણી, ચંદુ (સંજય) રામાણી, તુષારભાઈ જોશી, મેહુલ ધોરાજીયા, હરિ કાબરીયા, ડેની રામાણી, રાજન પટેલ, જીજ્ઞેશ કાબરીયા સહિતની યુવા ટીમ ઉપસ્થિત રહેલ તેમ મંડળની યાદીમા જણાવાયેલ છ
Recent Comments