fbpx
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં લોકડાઉન ૧ જૂન સુધી લંબાવાયુંઃ એન્ટ્રી માટે નેગેટિવ રિપોર્ટ ફરજિયાત

કોરોના મહામારીના ખતરાને જાેતા મહારાષ્ટ્ર સરકારે આગામી ૧ જૂન સુધી રાજ્યમાં લોકડાઉન વધારી દીધું છે. સરકાર તરફથી આ બાબતે આદેશ આપવામાં આવ્યો છે, જેમાં તમામ દિશા-નિર્દેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જૂના નિયમોની સાથે કેટલાક નવા નિયમોને પણ જાેડવામાં આવ્યા છે, જેથી કોરોનાની ચેઇનને તોડી શકાય. મહારાષ્ટ્રમાં આવનારા તમામ લોકોને આરટી-પીસીઆરનો નેગેટિવ રિપોર્ટ લાવવો અનિવાર્ય હશે, જે મહારાષ્ટ્રમાં પ્રવેશના ૪૮ કલાક પહેલાનો હોવો જાેઇએ.


સમગ્ર દેશમાંથી આવનારા લોકોએ આ રિપોર્ટ લાવવાનો રહેશે. કાર્ગો કેરિયરમાં ફક્ત ૨ લોકોને મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવી છે, જેમાં ડ્રાઇવર અને ખલાસી સામેલ છે. જાે કાર્ગો કેરિયર મહારાષ્ટ્રની બહારથી છે તેમણે પણ ૪૮ કલાક પહેલાનો આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ લઇને રાજ્યમાં દાખલ થવું પડશે. દૂધના કલેક્શન અને તેના ટ્રાન્સપોર્ટ પર કોઈ પ્રતિબંધ નહીં રહે. જાે કે દુકાનો પર વેચવાની પરવાનગી સ્થાનિક વહીવટી તંત્ર લેશે.

એરપોર્ટ અને બંદરો પર કામ કરનારા કર્મચારી જે કોવિડ સંબંધી દવાઓ અને ઉપકરણોને લઇ જવાની ડ્યૂટી પર લગાવવામાં આવ્યા છે, તેમને લોકલ ટ્રેન, મોનો રેલ અને મેટ્રોમાં યાત્રા કરવાની અનુમતિ આપવામાં આવી છે.

Follow Me:

Related Posts