fbpx
ગુજરાત

રાજકોટ મેયર,ડે.મેયરે ઓર્ગન ડોનેશનનો સંકલ્પ લીધો

રાજકોટના મેયર ડૉક્ટર પ્રદીપભાઈ ડવ તેમજ ડેપ્યુટી મેયર દર્શિતા બેન શાહ પહેલેથી જ પોતાની સામાજિક પ્રવૃત્તિઓ માટે સુવાસ ધરાવે છે.ત્યારે ફરી એક વખત તેમણે સમાજને પ્રેરણા મળે તેવો ર્નિણય લીધો છે. રાજકોટના મેયર તથા ડેપ્યુટી મેયર બન્નેએ સંયુક્ત રીતે ઓર્ગન ડોનેશનનો સંકલ્પ લીધો છે.રાજકોટના મેયર ડોક્ટર પ્રદીપ ડવ તેમજ ડોક્ટર દર્શિતા બેન શાહે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટી તેમજ ભાવનાબેન મંડળી પાસેથી અંગદાનની પ્રવૃત્તિ અંગે ખૂબ જ બારીકાઈથી જાણકારી પ્રાપ્ત કરી હતી તેમજ રંગદારની ઈચ્છા સાથે દાન કરવાનો સંકલ્પ કર્યો હતો.બન્નેએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નજીકના ભવિષ્યમાં અંગદાન પ્રવૃત્તિનો પ્રોગ્રામ ગોઠવશે.

રાજકોટમાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ડોક્ટર દિવ્યેશ વરોજા, ડોક્ટર સંકલ્પ વણઝારા, ડોક્ટર તેજસ કરમટા ઉપરાંત નીતિનભાઈ ઘાટલીયા, વિક્રમભાઈ છે તમામ સાથે મળી અને અજ્ઞાન પ્રવૃતિને વેગ આપી રહ્યા છે. ત્યારે તેઓ પણ આ પ્રવૃત્તિમાં જાેડાય અને આ કામગીરીને વેગવંતી બનાવવા માટે સહાયરૂપ થશે તેમજ લોકોને પ્રેરણા બળ પૂરું પાડશે.રાજકોટ મહાનગરપાલિકા વતી આ બંનેએ સંસ્થાની કામગીરીને બિરદાવી અને શુભેચ્છાઓ પાઠવી હતી.

Follow Me:

Related Posts