ભાવનગરની જાણીતી અને સૌ પ્રથમ ઇન્ડસ્ટ્રીઝ એવી એકસેલ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક એવાં કાંતિસેનભાઇ શ્રોફનું આજે ૯૭ વર્ષની વયે કચ્છ ખાતે બે માસની બિમારી બાદ અવસાન થતા એકસેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે,
દાયકાઓ પૂર્વે ભાવનગરનાં રૂવાપરી રોડ પર પડતર જગ્યામાં લોકોને રોજગારી મળી રહે તેવા હેતુથી કાંતિસેનભાઇ શ્રોફે એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ નામની પ્રથમ ફેક્ટરી ભાવનગરમાં શરૂ કરી હતી અને તે હજારો લોકોને રોજગારી આપી હતી અને એક્સેલ ઇન્ડસ્ટ્રીઝનું નામ ધીમે ધીમે દેશભરમાં ગુંજતું કર્યું હતું,
ત્યાર બાદ કચ્છમાં પણ એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરી હતી અને વર્ષોથી તેઓ કચ્છમાં સ્થાયી થયા હતા છેલ્લા બે માસથી તેઓ બિમાર પડ્યા હતા અને આજે સવારે તેમણે ૯૭ વર્ષની ઉમંરે અંતિમ શ્વાસ લીધા હતા, તેમની વિદાયથી ભાવનગરે એક ઉધોગપતિ ગુમાવ્યા છે.
Recent Comments