કોરોનાથી મૃતક પરિવારને સરકાર ૪ લાખની સહાય આપેઃ મોઢવાડિયા
રાજ્ય આખું કોરોના વાયરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે તેવામાં કોરોનાની બીજી લહેરને ખાળવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કાૅંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ કર્યો છે. સાથે સાથે કોરોનામાં ધંધો રોજગાર ગુમાવનાર દરેક પરિવારને પાંચ હજારની સહાયની અને દરેક મૃતકના પરિવારને રૂપિયા ૪ લાખની સહાયની માંગ તેઓએ કરી છે. કોરોનાની પહેલી લહેર આવ્યા પછી લોકોને ૧૦૦% રસીકરણ કરવાનો સમય હોવા છતાં રસીકરણ ન કરાયું અને કોરોનાના બીજા વેવને ખાળવામાં સરકાર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ અર્જુન મોઢવાડિયાએ કર્યો છે.
કાૅંગ્રેસ નેતાએ જણાવ્યુ હત કે, ભારતે ત્રણ મોટા અને બે નાના યુદ્ધ લડ્યા છે, તેમાં જેટલા મોત થયા તેના કરતાં ૧૦ ગણા મૃત્યુ આ કોરોના કાળમાં થયા છે. ૮૦ ટકા મૃત્યુ ઓક્સિજન વગર અને બેડ ન મળવાના કારણે થયા છે. દેશ દુનિયાના નિષ્ણાતોએ બીજી લહેર ખતરનાક રહેવાની ચેતવણી આપી હતી છતાં સરકાર રાજ્યની સરકારો તોડવામાં, ધારાસભ્યો ખરીદવામાં વ્યસ્ત રહી અને ચૂંટણીઓ જીતવામાં વ્યસ્ત રહી હતી. દેશમાં ઉત્પાદન થયેલી રસીના ડોઝમાંથી ૬.૫ કરોડ ડોઝ તો પ્રધાનમંત્રીએ પોતાનો ચહેરો ચમકાવવા દુનિયાના વિવિધ દેશોને ખેરાત કરી દીધા છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, વેકસીનમાંથી કમાણી કરવાની ન હોય, વેક્સીન જેને બનાવવી હોય તેને ફોમ્ર્યુલા આપી બનાવવાનું કહી દેવું જાેઈએ, જેથી દેશના લોકોને બચાવી શકાય. અહીં મોતના આંકડા છૂપાવાય અને ટોટલ પોઝિટિવ કેસ છે તેના આંકડા છૂપાવાય છે. હૉસ્પિટલમાં બેડની સ્થિતિના આંકડા છૂપાવાય છે.
Recent Comments