ગુજરાત

સંઘપ્રદેશમાં દારૂ લેવા માટે ફરજિયાત કરાવવો પડશે કોરોના ટેસ્ટ

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જાેકે, છેલ્લા થોડા દિવસોથી દૈનિક કેસોમાં ઘટાડો નોંધાયો છે. જેને કારણે તંત્રે થોડો રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે ગુજરાતને અડીને આવેલા આ સંઘપ્રદેશમાં કોરોનાનો કહેર અટકાવવા અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

દાદરા નગર હવેલીમાં આરોગ્ય વિભાગ નો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. પહેલા કોરોના ટેસ્ટ ત્યાર બાદ જ દારૂ ખરીદની મંજૂરી આપવામાં આવી રહ્યો છે. કોરોનાના પ્રકોપ વચ્ચે પણ લોકોની દારૂ માટે લાઈનો લાગી છે. સેલવાસમાં લિકરબારની બહાર દારૂ રસિકોની લાઈન લાગી છે.

આરોગ્ય વિભાગે લિકરની દુકાનો બહાર જ કોરોના ટેસ્ટ શરૂ કર્યા છે. કોરોના રિપોર્ટ વગર નહીં મળે દારૂ. શરાબના શોખીનો ઉત્સાહથી કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે.

Related Posts