અમરેલી

દામનગર નગરપાલિકા ખાતે એસ આઈ ની અધ્યક્ષતા માં “રેગપીકર્સ શ્રમજીવી આર્થિક વિકાસ યોજના’ માર્ગદર્શન તાલીમ સાથે સેફટી કીટ અર્પણ કરાઈ

દામનગર નગરપાલિકા ખાતે સેન્ટરી ઇન્સ્પેકટર ની અધ્યક્ષતા માં “રેગપીકર્સ શ્રમજીવી આર્થિક વિકાસ યોજના’ અંગે પ્લાસ્ટિક વીણતાં શ્રમિકો નર અવગત કરાયા પ્લાસ્ટિક વેસ્ટ શહેરી વિસ્તારનીમોટી સમ્સયા છે.શહેરી વિસ્તારમાં રેગપીકર્સ શ્રમજીવીઓ દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરીને તેનું કબાડીવાળાને વેચાણ કરવામાં આવે છે. પરંતુ આ એકત્ર કરવામાં આવેલ પ્લાસ્ટિક વેસ્ટનું વાજબી વળતર રેગપીકર્સ શ્રમજીવીઓને મળતું નહિ હોવાની બાબત સરકારશ્રીનાં ધ્યાન પર આવેલ છે. આથી તેઓને વાજબી વળતર મળી રહે તથા તેઓને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમમાં જોડવવા મળે તેથી સરકારશ્રી દ્વારા “રેગપીકર્સ શ્રમજીવી આર્થિક વિકાસ યોજના’ બનાવવામાં આવી. આથી  દામનગર નગરપાલિકા દ્વારા દામનગર હદ વિસ્તાર માંથી ૧૫ જેટલા રેગપીકર્સ શોધી કાઢવામાં આવ્યા. આ રેગપીકર્સ શ્રમજીવીઓની આરોગ્યની જાળવણી માટે તેઓને સેફટી કીટ વિતરણ કરવામાં આવી આ કીટ માં ફ્લોરોસાન્ટ જેકેટ, હેન્ડ મોજા,રેઈનકોટ,બુટ ,માસ્ક,સેનીટાઈઝર,ટી શર્ટ,સાબુ વગેરે આપવામમાં આવ્યું.પાલિકા ખાતે  તા૧૩/૫/૨૧ ના  તેમને કઈ રીતે કામગીરી કરવી તથા સરકારશ્રી તરફથી કેવા લાભો મળવા પાત્ર છે તે અંગે તાલીમ આપવાનું નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું.

Follow Me:

Related Posts