fbpx
ગુજરાત

અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારના વાવાઝોડા અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા

સતત છેલ્લા ત્રણ દિવસથી મંત્રીશ્રી રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં

રાજુલા, તા. ૧૯

છેલ્લા ત્રણ દિવસથી કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ વિસ્તારની મુલાકાતે છે. જિલ્લામાં તાઉ’તે વાવાઝોડાની ઘાતક અસરને પગલે મંત્રીશ્રીએ દરિયાકાંઠાના વિસ્તારના કડિયાળી, નિંગાલા, ઝોલાપુર, પીપાવાવ ધામ, વિક્ટર, મજાદર, કથીવદર, દાતરડી, સમઢિયાળા, ખેરા, પટવા, ચાચબંદર અને વિસળિયા જેવા ગામોની મુલાકાત લીધી હતી.

મંત્રીશ્રીએ આ ગામોની મુલાકાત લઈ વાવાઝોડાની અંદર થયેલા નુકસાન બાબતે ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. આ ઉપરાંત રાજુલા જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારોમાં રોડરસ્તાઓમાં અડચણો દૂર કરવા સતત પ્રયત્નો કર્યા હતા. નોંધનીય છે કે આ વિસ્તારોમાં ભારે પવનના લીધે માર્ગોમાં વૃક્ષો અને વીજળીના થાંભલાઓ મોટાપ્રમાણમાં ધરાશાયી થયા હતા જે માત્ર ગણતરીની કલાકોમાં દૂર કરી લગભગ તમામ મુખ્ય માર્ગો હાલ શરૂ કરી દેવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts