fbpx
ભાવનગર

તળાજા તાલુકાના કુંઢેલી ગામ પંથક વિસ્તારમાં વાવાઝોડાથી ભારે નુકશાની.

તળાજા તાલુકાના કુંઢેલી ગામ પંથક વિસ્તારમાં વાવાઝોડાથી ભારે નુકશાની થઇ છે.સંખ્યાબંધ વૃક્ષો, વીજ પોલ, તેમજ ડુંગળી કળી ના મેડા ના છાપરા ઊડી જવાથી ખેડૂત વર્ગ સહિતના ને મોટું આર્થિક નુકશાન થયું છે.તેમજ ડુંગળીની કળી ના તૈયાર પાક ખેતર વાડી માં હોય તેના પલળી જવાથી આ મોટા ખર્ચાઓ થી પકવેલો લખો રૂપિયાનો પાક બગડતા મો માં આવેલો કોળીયો જૂટવાઈ ગયા જેવું થયું છે. ખેડૂત વર્ગ ને વ્યાપક નુકશાની પહોંચી હતી.આજુબાજુના ગામ વિસ્તાર માં પણ આવી પરિસ્થિતિ થઈ જવા પામી છે. જો કે આ પંથક માં જાન હાની થવા થી સૌ બચી ગયા છે.

Follow Me:

Related Posts