fbpx
ભાવનગર

ભાવનગરમાં બોસ અને મિત્રોએ ઓફિસની યુવતી સાથે દુષ્કર્મ આચરી વીડિયો વાયરલ કર્યો

અલંગના ડેલાની એક ઓફિસમાં કામે આવતી યુવતી પર બોસ અને તેના મિત્રોએ પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની અને યુવતીનો અશ્લીલ વીડિયો વાયરલ કરી દીધો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે ત્રણ ઇસમો સામે પોલીસ ફરિયાદ થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, શહેરના કુંભારવાડા વિસ્તારમાં અલંગનો ડેલો આવેલો છે, જેની ઓફિસમાં એક યુવતી સફાઇકામ કરવા જતી હતી. આ યુવતી પર ડેલાના બોસ અને તેના મિત્રોએ નજર બગાડી હતી. યુવતીએ ઇનકાર કરવા છતાં બોસ અને તેના બે મિત્રોએ તેની સાથે બળજબરી કરી હતી તેમજ તમામે તેની સાથે પરાણે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.

એટલું જ નહીં, આ હવસખોરોએ યુવતીનો અશ્લીલ વીડિયો પણ બનાવી લીધો હતો. ગત પહેલી એપ્રિલથી ૧૪ મે દરમિયાન યુવતી સાથે આ હવસખોરોએ શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ અશ્લી વીડિયો પણ ઉતારી લીધો હતો. જાેકે, આ પછી આ શખ્સોએ યુવતીનો વીડિયો વાયરલ કરી દીધો હતો.
આ અંગે પીડિત યુવતીએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં બોસ અને તેના બે મિત્રો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts