fbpx
ગુજરાત

આર્થિક સંકળામણથી કંટાળી આપઘાત કરવા નીકળેલી મહિલાને લોકોએ બચાવી

કોરોના વાયરસે લોકોને અનેક પ્રકારની મુસીબતમાં મુકી દીધાં છે. સંક્રમણની ચેઈન તોડવા માટે લગાવવામાં આવેલ લૉકડાઉન અને રાત્રિ કફ્ર્યૂને લીધે લોકો આર્થિક રીતે પણ પાયમાલ બન્યાં છે. ધંધા રોજગાર ઠપ્પ થઈ જવાથી વેપારીઓને પણ હાલાંકી થઈ રહી છે. ત્યારે મજુરી કરીને રોજેરોજનું કમાઈને ખાનારો વર્ગ કેવી મુશ્કેલીમાં હશે તેનો વિચાર કરતાં જ રુંવાટા ઉભા થઈ જાય છે. આજે અમદાવાદમાં આર્થિક સંકળામણને લીધે ત્રણ બાળકોની એક માતાએ ઓવરબ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાની કોશિષ કરી પણ લોકોએ તેને બચાવી લીધી હતી. આ વીડિયો હાલમાં વાયરલ થયો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી ત્રણ બાળકોની માતા આર્થિક સંકળામણથી ઘેરાયેલી હતી. તે ભાડાના મકાનમાં રહીને પોતાના પરિવાર સાથે જીવન ગુજારતી હતી. પરંતુ કોરોનાને કારણે આવક બંધ થઈ જતાં તે પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તેની ચિંતામાં હતી. ત્યારે તેના ઘરના માલિકે તેની પાસેથી મકાનનું ભાડુ માંગતાં તે ચુકવી શકી નહોતી. જેથી ચિંતામાં તે ખોખરા વિસ્તારમાં ગુરુજી ઓવરબ્રિજ પરથી છલાંગ લગાવીને મોતને વ્હાલું કરવા માંગતી હતી. પરંતુ આ ક્ષણે જ લોકોએ તેને બચાવીને ખોખરા પોલીસને સોંપી હતી. પોલીસે મહિલાની આ વાતની જાણ પરિવારને કરવાની તજવીજ હાથ ધરી હતી.

Follow Me:

Related Posts