જિ.પં.ના આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર સહિત ૫૯ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો
ગાંધીનગર જિલ્લા પંચાયત ના આરોગ્ય વિભાગના નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ એ પોતાની પડતર માંગણીઓને લઇને કોરોના મહામારી તેમજ તાઉ તે વાવાઝોડાની આપત્તિ સમયે પણ હડતાળ ચાલુ રાખતા આખરે ગાંધીનગર સેક્ટર ૨૧, સેક્ટર ૭ તેમજ રખિયાલ પોલીસ પોલીસ મથક દ્વારા આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર સહિત ૫૯ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી હડતાળનું ફિંડલુ વાળી દેવામાં આવ્યું છે. ત્યારે ગાંધીનગર ગાંધીનગર જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં પણ આરોગ્ય આરોગ્ય કર્મચારીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવાની સૂચનાઓ આપી દેવામાં પણ આવી છે.
રાજ્ય માં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે જુનિયર બાદ મેડિકલ ટીચર્સ એસોસિએશન અને નર્સિંગ વિભાગ દ્વારા હડતાળ પાડવામાં આવી હતી. થોડા દિવસો અગાઉ સિવિલ હોસ્પિટલ જીએમઇઆરએસનાં તબીબો તેમજ નર્સિંગ સ્ટાફ દ્વારા હડતાળ પાડવામાં આવતા મોડી રાત્રે પોલીસ કાફલો સિવિલ કેમ્પસમાં ઉતારી દેવામાં આવ્યો હતો. જેમાં સરકારે હકારાત્મક વલણ દાખવીને તમામ માગ પૂર્ણ કરી દીધી હતી.
પોતાની માંગણીઓ સંદર્ભે ગાંધીનગર જિલ્લા અને તાલુકા પંચાયત હસ્તકના નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓએ પણ હડતાળની ચીમકી આપી હતી . અને પગાર વધારો નહીં કરવામાં આવે તો તે રવિવારથી હડતાળ પર ઉતરી અને સરકારનો વિરોધ કરશે તેમ નેશનલ હેલ્થ મિશન નાં પ્રમુખ વિનોદ પંડયાએ જાહેર કર્યું હતું. જેના પગલે ગત તા. ૧૭ મી મે નાં રોજથી મેડિકલ ઓફિસર, કોમ્પ્યુટર ઓપરેટર, સ્ત્રી આરોગ્ય સ્ટાફ, એકાઉન્ટન્ટ સહિતના કર્મચારીઓએ હડતાળ નો આરંભ કરી દીધો હતો.
Recent Comments