શાહિબાગ ડફનાળાથી કેમ્પ સદરબજાર સુધીના એક કિમી લાંબા પટ્ટાને રમણીય બનાવાશે
અમદાવાદીઓ માટે આજે ફરી એકવાર સારા સમાચાર સામે આવી રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટના શાહીબાગ ડફનાળાથી કેમ્પ સદરબજાર સુધીના ખાસ્સા એક કિ.મી લાંબા પટ્ટાનો રમણીય વિકાસ કરવાની યોજનાનો આગામી જુલાઈ માસથી પ્રારંભ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. દેખીતી રીતે જ આ એક કિ.મીનો વિસ્તાર માત્ર રિવરફ્રન્ટના વધારાના ભાગનો માત્ર રસ્તો નહીં બની રહે પરંતુ રિવરફ્રન્ટના બન્ને કાંઠાનો નાનકડા ગાર્ડન, બાળકિડાગણ અને ઘટાદાર વૃક્ષોની હરિયાળીથી ખુબસુરત બનાવવામાં આવશે.
રિવરફ્રન્ટ કોર્પોરેશન લી.ના જનરલ મેનેજર જગદીશ પટેલે જણાવ્યું હતું કે, રૂપિયા ૭૫ કરોડના ખર્ચે આ રિવરફ્રન્ટના બીજા તબક્કાના પણ મહત્વના એવા વિશાળ પટ્ટા માટે ખાસ ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે અને એ ડિઝાઈનમાં રિવરફ્રન્ટના બન્ને કાંઠાના વિકાસને એક સરખો ન્યાય આપવામાં આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રિવરફ્રન્ટના કેમ્પ સદરબજારથી વાયા ઈન્દિરાબ્રિજ મોટેરા કોટેશ્વર મહાદેવ મંદિર સુધીના વિસ્તારની યોજના પણ ચાલું વર્ષે હાથ ધરવાની વિચારણા કરવામાં આવી છે.
Recent Comments