fbpx
ગુજરાત

આવતીકાલથી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં તાઉ તે વાવાઝોડા બાદ ફરી ગરમીનો પ્રકોપ વધ્યો છે. જેના કારણે મોટાભાગના શહેરોમાં ઉકળાટ તેમજ બફારો વધતા લોકો પરશેવે રેબઝેબ થવા લાગ્યા છે. જાેકે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ૧૫થી ૨૦ જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા છે. ગત વર્ષે ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અંદાજે ૪૪.૭૭ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ત્યારે હાલમાં લોકો ક્યારે વરસાદ શરૂ થાય અને આ ઉકળાટથી રાહત મળે તેની રાહ જાેઈ રહ્યા છે.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, આગામી ૨૭મેથી ૨ જૂનની વચ્ચે નૈઋત્યના ચોમાસાનું કેરળમાં આગમન થઈ શકે છે. જ્યારે ૨૨મેથી આંદમાનના સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવવાનું શરૂ થઈ શકે છે. અને આગામી ૨૬મે સુધીમાં ઓડિશા-પશ્ચિમ બંગાળ પાસે પહોંચી શકે છે. એટલે આ સ્થિતિને જાેતા એવું માની શકાય કે ગત વર્ષ કરતા નૈઋત્યના ચોમાસાનું આ વર્ષે વહેલું આગમન કરી શકે છે.
પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી ૨૩ અને ૨૪ મેના રોજ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ડાંગ, તાપી, આણંદ, પંચમહાલ, ખેડા, ભાવનગર, અમરેલીમાં મેઘમહેર જાેવા મળશે. અમદાવાદમાં આજે ૩૬ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યભરમાં આગામી ૪-૫ દિવસ સરેરાશ મહત્તમ તાપમાનમાં વધુ ફેરફાર થવાની સંભાવના નહિવત્‌ છે.

Follow Me:

Related Posts