fbpx
બોલિવૂડ

‘હમ આપકે હૈ કૌન’ના સંગીતકાર રામ લક્ષ્મણ ફેમ વિજય પાટિલનું નિધન

‘મૈંને પ્યાર કિયા’, ‘હમ આપકે હૈ કૌન’ અને ‘હમ સાથ સાથ હૈ’ જેવી ફિલ્મમાં મ્યુઝિક આપનારા રામ લક્ષ્મણ ફેમ લક્ષ્મણ એટલે કે વિજય પાટિલે ૭૮ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. શુક્રવારે રાતે ૧ વાગ્યે નાગપુરમાં તેમનું અવસાન થયું છે. તેઓ તેમના દીકરા અમર સાથે રહેતા હતા. ટેક્નોક્રેટ પવન ઝાએ તેમના નિધનની જાણકારી સોશિયલ મીડિયા પર આપતા લખ્યું, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને વધુ એક નુકસાન. મ્યુઝિક ડિરેક્ટર રામ લક્ષ્મણનું નાગપુરમાં અવસાન. તેમણે ૮૦ અને ૯૦ના દાયકાની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’, ‘હમ આપકે હૈ કોન’ અને ‘હમ સાથ સાથ હૈ’માં મ્યુઝિક આપ્યું હતું.
વિજય પાટિલ અને તેમના મોટા ભાઈ સુરેન્દ્ર પાટિલે વર્ષ ૧૯૭૫માં રામ લક્ષ્મણ નામથી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો, પરંતુ એજન્ટ વિનોદ (૧૯૭૬)માં મ્યુઝિક આપ્યા પછી સુરેન્દ્ર પાટિલનું અવસાન થયું હતું. એ પછી વિજય પાટિલે રામ લક્ષ્મણ નામથી જ સંગીત યાત્રા શરુ રાખી . તેમણે માત્ર હિન્દી જ નહીં પણ મરાઠી ફિલ્મમાં પણ મ્યુઝિક આપ્યું હતું.
રામ લક્ષ્મણને ‘મૈંને પ્યાર કિયા’થી બ્રેક મળ્યો હતો. આ માટે તેમને બેસ્ટ મ્યુઝિક કમ્પોઝરનો ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો. સાથે જ આ પ્રથમ એવી ફિલ્મ હતી જેને બેસ્ટ મ્યુઝિક, બેસ્ટ મેલ પ્લેબેક અને બેસ્ટ લિરિક્સનાં અવોર્ડ મળ્યા હતા.
રામ લક્ષ્મણે આ ફિલ્મમાં મ્યુઝિક આપ્યું હતુંઃ-
એજન્ટ વિનોદ (૧૯૭૬)
મૈંને પ્યાર કિયા (૧૯૮૯)
૧૦૦ ડેઝ (૧૯૯૧)
હમ આપકે હૈ કોન (૧૯૯૪)
હમ સાથ-સાથ હૈ (૧૯૯૯)

Follow Me:

Related Posts