અમદાવાદમાં એક બીમારીથી રાહત મળે તો બીજી બીમારી તૈયાર થઈ જાય છે. પહેલા કોરોના પછી મ્યુકોરમાઈકોસિસ અને હવે ગેંગરીનના પણ કેસમાં વધારો થયો છે. કોરોના દર્દીઓમાં લોહી ગંઠાઈ જવાની સમસ્યા વધતાં અને લોહીનું નસોમાં પરિભ્રમણ બંધ થતાં ગેંગરીનના કેસો વધી રહ્યા છે, સાથે જ જાે સમયસર ગેંગરીનનો ઈલાજ ના થાય તો દર્દીના શરીરના અંગ કાપવાની ફરજ પડે એવા પ્રકારની ઉપાધિ સર્જાઈ છે.
કોરોનાથી સ્વસ્થ થયા બાદ બ્લેક ફંગસ બાદ હવે ગેંગરીનના પણ કેસો વધ્યા છે. લાંબા સમય સુધી જાે દર્દીમાં લોહી ગંઠાવાની સમસ્યા રહે તો ગેંગરીન થવાની શક્યતા વધી જાય છે, સાથે જ ગેંગરીનની અસર શરીરના જે અંગ પર થાય તેના રંગમાં બદલાવ આવવા લાગે છે. ગેંગરીનના દર્દીઓ વધતાં હવે લોકોમાં ફરી ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. હજુ મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શનની વ્યવસ્થા થતી નથી અને હવે આ નવી સમસ્યા ઊભી થઈ છે.
Recent Comments