વડોદરાની હોસ્પિટલે વધારે દર્દીઓ બતાવીને ઓક્સિજનનો જથ્થો રાખ્યાનો ઘટષ્ફોટ
વડોદરા શહેરમાં ગત મહિને ઓક્સિજનને લઈને ભારે હાડમારી સર્જાઈ હતી. ઓક્સિજનની સતત ઘટ પડતા ભાજપના ધારાસભ્યો સહિતનુ તંત્ર છેક કેન્દ્ર સરકાર સુધી આજીજી કરતુ હતુ તેમજ ઓક્સિજન ઉત્પાદકોને વધારે જથ્થો આપવા હાથ લંબાવતુ હતુ ત્યારે ધીરજ જનરલ હોસ્પિટલમાં ઓછા દર્દીઓ હોવા છતાં પણ વધારે દર્દીઓ કાગળ પર બતાવીને જરૂર ન હોવા છતાં ઓક્સિજનનો વધારે જથ્થો લઈ ગયા હોવાની વિગતો પણ સપાટી પર આવી છે. વધારાનો જથ્થો સંગ્રહ કરીને હોસ્પિટલવાળા તેને કાળા બજારમાં વેચતા તો ન હતા ને ? તેની પણ તપાસ હાથ ધરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગત એપ્રિલ મહિનામાં વડોદરાની કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનના જથ્થાની ભારે કટોકટી સર્જાઈ હતી અને કેટલીક હોસ્પિટલોમાં દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની પણ નોબત આવી હતી. ઓક્સિજનની જેટલી જરૂર છે તેટલો જથ્થો મળી રહે તે માટે કોવિડની કામગીરીમાં જાેડાયેલુ આખેઆખુ તંત્ર ઉત્પાદકો, રાજ્ય સરકારના કાન સુધી વાત પહોંચાડી હતી. વડોદરાના ધારાસભ્યોએ પણ રાજ્ય સરકાર અને છેક કેન્દ્ર સરકારના મંત્રીઓને વડોદરાને ઓક્સિજનનો વધારે જથ્થો આપવાની રજૂઆતો કરી હતી. વડોદરાનુ આખુ તંત્ર ઓક્સિજન માટે જુદી જુદી જગ્યાએ ફાંફા મારી રહ્યું હતું ત્યારે ધીરજ જનરલ હોસ્પિટલ દ્વારા ઓક્સિજનમાં પણ કાલાકાંડી કરી નાખી હતી.
ધીરજ જનરલ હોસ્પિટલમાં ઓછા દર્દીઓ હોવા છતાં વધારે દર્દીઓ બતાવીને વધારે પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો લઈ લેવાયો હોવાની વિગતો સપાટી પર આવી છે. ગત તા. ૨૫મી એપ્રિલથી ગત તા. ૧૦મી મે સુધીમાં ધીરજ હોસ્પિટલને જરૃર ન હોવા છતાં પણ વધારે ઓક્સિજનનો જથ્થો કબજે કર્યો હતો.
સૂત્રોએ કહ્યું હતું કે, ૨૦૦થી ૨૫૦ માંડ દર્દીઓ હતા તેમ છતાં રોજના ૫ ટન, ૭ ટન, ૧૦ ટન અને ૧૧ મેટ્રીક ટન જથ્થો લઈ જતા હતાં. સૌથી વધારે જથ્થો ૧૨ ટન લેવાયો હતો. જાેકે, વધારે દર્દીઓ માત્ર કાગળ પર બતાવાયા હતા, પરંતુ હોસ્પિટલમાં એટલા દર્દીઓ ન હતાં. આ ઓક્સિજનના જથ્થામાં ધીરજ હોસ્પિટલે બારોબાર વેચાણ કરીને કાળો વેપાર તો નથી કર્યો ને? તેની પણ તપાસ થઈ રહી છે.
ઓક્સિજનની તંગી સર્જાયેલી હોવાથી સરકારની સૂચનાથી લીકેજીસ રીપેર કરવા અને ઓક્સિજનનો જથ્થો વેડફાય નહીં તેની તકેદારી રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી. જે મુજબ વડોદરાના તંત્રએ બધી હોસ્પિટલોની જેમ ધીરજ હોસ્પિટલને પણ આ બાબતે તકેદારી રાખવા માટે સાવચેત કર્યા હતા, પરંતુ હોસ્પિટલે તે સૂચનાનુ પાલન કર્યુ ન હતુ. તેમજ હોસ્પિટલના સ્ટાફે ચેકિંગ કરતા હોસ્પિટલમાં જૂની અને જર્જરિત લાઈનો હતી. તેને બદલી પણ ન હતી. તે લાઈનોમાંથી ઓક્સિજનના જથ્થાનો વેડફાટ થતો હોવાનુ પણ બહાર આવ્યુ હતુ.
ડોક્ટરો અને નર્સોની કમી હોવાથી સરકારે મેડિકલ કોલેજાેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ કોરોનાકાળમાં મદદરૃપ બનાવ્યા હતા. જેમને સરકારી નિયમોને આધીત નાણા ચૂકવવાનુ પણ નક્કી કરાયુ હતુ. જેમાં સુમનદીપ વિદ્યાપીઠના જ નર્સિંગના સ્ટાફને તેમની જ ધીરજ હોસ્પિટલમાં નર્સિંગ સહાયક તરીકે મૂક્યા હતા. જેમાં ધીરજ જનરલ હોસ્પિટલ દ્વારા સરકારમાંથી તે ર્નિંસગ સહાયકોના સ્ટાયપેન્ડના રૂપિયા લઈ લેવાતા હતાં, પરંતુ તેમના જ નર્સિંગ સ્ટાફને તે રૂયિયા ચૂકવ્યા ન હતાં તેવી પણ વિગતો સામે આવી રહી છે.
Recent Comments