રાજ્ય પર કઈ પનોતી બેઠી છે એ સમજાતું નથી -લલીત કગથરા

કોરોના વાયરસ ઓછો થયો ત્યાં મ્યુકોરમાઈકોસિસની બીમારીએ માથું ઉપાડ્યું છે. સંકટકાળમાં લોકોને મદદ મળી રહે એ હેતુંસર કોંગ્રેસના ધારાસભ્ય લલીત કગથરાએ મા અને આયુષ્માન કાર્ડ અંતર્ગત સારવાર મળી રહે એવી માંગ કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય કગથરાએ જણાવ્યું હતું કે, ઈન્જેક્શનની અછત સરકાર દૂર કરે. મ્યુકોરમાઈકોસિસના સૌથી વધારે કેસ સૌરાષ્ટ્રના મહાનગર રાજકોટમાં છે.
ઈન્જેક્શનના અભાવે અનેક દર્દીના ઑપરેશન અટકી ગયા છે. દર્દીના સ્વજનો એક ઈન્જેક્શન માટે દોડધામ કરી રહ્યા છે. બ્લેક ફંગસના દર્દીઓની સારવાર મા અને આયુષ્યમાન કાર્ડ અંતર્ગત ફ્રીમાં કરવામાં આવે. સરકાર માત્ર આને મહામારી જાહેર કરીને બેસી ન રહે. આ કેસમાં તમામને ફ્રીમાં સારવાર અપાવે. છેલ્લા અઠવાડિયા દસ દિવસથી સૌરાષ્ટ્રમાંથી કોરોના વાયરસના કેસ ઘટ્યા છે. પણ રાજ્ય પર કઈ પ્રકારની પનોતી બેઠી છે એ સમજાતું નથી. કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસની મહામારીમાં લોકો એક ઈન્જેક્શન માટે હેરાનપરેશાન થઈ રહ્યા છે. ઈન્જેક્શનને લઈને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ બીમારીને લઈને સૌરાષ્ટ્રના દર્દીઓ સારવાર માટે રાજકોટ આવી રહ્યા છે. તેમ છતાં ઈન્જેક્શન મળતા નથી.
હું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખું છું કે, આપ સૌરાષ્ટ્ર અને ગુજરાતના પુત્ર છો. લોકોને ઈન્જેક્શન સરળતાથી મળે એવું આયોજન કરો. તાત્કાલિક સારવાર મળે એવા પ્રયત્નો કરો. હોસ્પિટલમાં જગ્યા નથી આવી સ્થિતિમાં લોકો ક્યાં જાય? ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને અપીલ છે કે, આ મહામારીમાં લોકો પોતાના સ્વજનોને ગુમાવી રહ્યા છે. આને કારણે મોટો ખર્ચો થાય છે. આ કાર્ડથી ફ્રીમાં સારવાર થાય એવી માંગ છે.
રાજકોટ શહેરમાંથી રવિવારે ૧૭૮ અને ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૨૫ લોકોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે ૧૨ દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા હતા. શનિવાર કરતા રવિવારે ઓછા મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. શનિવારે કુલ ૨૦ લોકોનાં મોત થયા હતા. હાલ રાજકોટ શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમં ૪૫૨૧ બેડ ખાલી હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ મહાનગર પાલિકાની કુલ ૭૭૨ અને જિલ્લાની કુલ ૫૪૨ સર્વેલન્સ ટીમે સર્વે કરીને કોવિડ અંગેની મહત્ત્વની કામગીરી કરી છે. જાેકે, રાજકોટ શહેરમાં આ બીમારીના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. જેથી હવે ઈદ્ગ્ તબીબોની કામગીરીમાં એકાએક વધારો થયો છે.
Recent Comments