લાયન્સ પરિવાર અમરેલી અને રાજુલા દ્વારા વિના મૂલ્યે એક લાખ નળિયા વિતરણનું આયોજન
લાયન્સ કલબ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીકટના ડિસ્ટ્રીકટ ગવર્નર ઈલેકટ વસંત મોવલીયાના માર્ગદર્શન અને આગેવાની નીચે લાયન્સ પરિવાર અમરેલી અને રાજુલા દ્વારા એક લાખ જેટલા નળિયા વિનામૂલ્યે વિતરણ કરવાનો ભગીરથ પ્રયાસ કરાયો. તોકતે વાવાઝોડાના આવવાથી અમરેલી જિલ્લાના વિસ્તારોમાં વરસાદ અને ભારે પવનથી ખૂબ મોટું નુકસાન થયું હતું અનેક પરિવારોના ઘર ઉપરના છાપરા નળિયા ઉડી ગયા હતા. વાવાઝોડું પૂરૂ થયા બાદ સર્વેમાં નુકસાનીમાં આ બાબત ઘ્યાનમાં આવતા લાયન વસંત મોવલીયાએ ટીમ સાથે ચર્ચા કરી અસરગ્રસ્ત નાના પરિવારોને છત બનાવવા વિનામૂલ્યે નળિયા આપવા માટે નિર્ધાર કર્યો હતો એ માટે અલગ-અલગ તાલુકા વાઈઝ ટીમો બનાવી આવા અસરગ્રસ્ત નાના અને મઘ્યમ પરિવારોને છત આપવા માટેના આ પ્રયાસના ભાગરૂપે સર્વે હાથ ધરી તેમને નળિયા પૂરા પાડવાની શરૂઆત કરાઈ હતી. વિનામૂલ્યે નળિયા આપવાના આ પ્રોજેકટ ટીમમાં લાયન મુકેશભાઈ કોરાટ, લાયન સંજયભાઈ રામાણી, લાયન વિજયભાઈ વસાણી,લાયન અરૂણભાઈ ડેર, લાયન દિનેશભાઈ કાબરીયા, લાયન રિતેશભાઈ સોની, લાયન કિશોર નાકરાણી, લાયન ગિરધરભાઈ ઠુંમર, લાયન ગોરધનભાઈ ગેડીયા, લાયન રાકેશભાઈ નાકરાણી, લાયન કૌશલભાઈ ભીમાણી, રાજુલાથી લાયન સાગરભાઈ સરવૈયા, લાયન કિશોરભાઈ પટેલ, સાવરકુંડલાથી લાયન દીપકભાઈ બોધરા, દેવચંદભાઈ કપુપરા, જયસુખભાઈ ઢોલરીયા, લાયન સંજયભાઈ ભેંસાણીયા, લાયન હિતેશભાઈ બાબરીયા, લાયન મનોજભાઈ કાબરીયા હાજર રહી કામગીરી કરી હતી.
Recent Comments