જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા , અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા , વાઈસ ચેરમેન મુકેશ અંબાણીની ઉપસ્થિતી વિનાશકારી વાવાઝોડાએ અનેક વિસ્તારોમાં તારાજી સર્જી છે તેમાં ખાસ કરીને જંગલમાં વસવાટ કરતા માલધારીઓની સ્થિતી વિકટ છે , જંગલ હોવાને નાતે માત્ર જોકમાં રહેતા અને ખુલ્લા વાડામાં પશુઓને આશરો આપતા આ પરિવારોની રોજી પશુધન આધારીત હોઈ , વાવાઝોડા ગ્રસ્ત પશુપાલકોના અબોલ પશુઓને બચાવવા ઈફકો દ્રારા દિલીપ સંઘાણીના માર્ગદર્શન તળે વિના મુલ્ય ખાણદાણનું વિતરણ કરવામાં આવેલ હોઈ , અમર ડેરી ખાતેથી દાણ પુરવઠો રવાના કરવામાં આવેલ આ તકે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા , જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા , વાઈસ ચેરમેન મુકેશ સંઘાણી , એમ.ડી. ડો . આર.એસ.પટેલ અને ઈફકોના ફીલ્ડ ઓફીસર રામાણી ઉપસ્થિત રહયા હતા જયારે બીલીયાળા નેસ દાણ વિતરણ સમયે માણસુરભાઈ ગઢવી સહિત માલધારીઓ ઉપસ્થિત રહયા હતા તેમ ઈફકોની અખબારી યાદીમાં જણાવાયેલ છે
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા , દિલીપ સંઘાણીના માર્ગદર્શન તળે ઈફકો દ્રારા તાઉ – તે વાવાઝોડા પ્રભાવી જંગલ વિસ્તારના નેસડામાં પશુપાલકોને વિનામુલ્ય ખાણદાણનું વિતરણ

Recent Comments