fbpx
ગુજરાત

ગોમતીપુરના વેક્સિન સેન્ટરમાં હોબાળો, ટોકન લીધા બાદ પણ નથી મળતી રસી

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલા વેક્સિનેશન સેન્ટર પર હોબાળો જાેવા મળ્યો હતો. વેક્સિનેશન સેન્ટર ખાતે ટોકન બાદ પણ વેક્સિન ન મળતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. વેક્સિન લેવા આવનારા લોકો સવારે છ વાગ્યાથી લાઈનમાં ઉભા હતા. તેમ છતાં રસી ન મળી અને હોબાળો મચાવતા પોલીસ દોડી આવી હતી.

મ્યુકોરમાઈકોસિસના દર્દીઓને આપવામાં આવતા એપ્ટોટેરિસીન-બી ઈન્જેક્શનની ફાળવણીની અમદાવાદ સોલા સિવિલ અને અસારવા સિવિલમાં વ્યવસ્થા કરવામાં આવ છે. ત્યારે અસારવા સિવિલમાં ઈન્જેક્શન વિતરણ માટે ઓપીડીમાં વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ પૂર્વ વિસ્તારોની ખાનગી હોસ્પિટલોને અસારવા સિવિલ ઈન્જેક્શનનું વિતરણ કરશે.

જ્યારે પશ્ચિમ વિસ્તારમાં ખાનગી હોસ્પટલોને ઈન્જેક્શનની વ્યવસ્થા સોલા સિવિલ દ્વારા કરવામાં આવશે. ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને પડતર કિંમતે ઈન્જેક્શન મળશે. ઓનલાઈન અરજી કરી ડોક્યુમેન્ટ આપ્યા બાદ ખાનગી હોસ્પિટલો એ જ ઓફિશિયલ અરજી કરવાની રહેશે. કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા યોગ્ય રીતે ઈન્જેક્શન વિતરણ વ્યવસ્થા ગોઠાવવામાં આવી નથી. કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને ઈન્જેકશન વિતરણમાં જાેવા મળેલી નિરસતા બાદ સિવિલ તંત્રના માથે જવાબદારી આવી છે.

Follow Me:

Related Posts