બોલિવૂડ

શાહરૂખ ખાન અને જાેન અબ્રાહમની ફિલ્મ પઠાનનું શૂટિંગ વચ્ર્યુઅલ રીતે થઇ રહ્યું છે

કોરોના મહામારીમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કામકાજ ઠપ થઇ ગયા છે. જેટલું વચ્ર્યુઅલી શૂટિંગ થાય તેટલું કરી રહ્યા છે. પરંતુ એકશન ફિલ્મોનું શૂટિંગ કરવાનું માથાના દુખાવા સમાન થઇ ગયું છે. શાહરૂખ ખાન અને જાેન અબ્રાહમ ફિલ્મ પઠાનમાં સાથે કામ કરી રહ્યા છે.

શાહરૂખના બોડી ડબલે જણાવ્યું, શાહરૂખ અને જાેન પોતપોતાના એકશન દ્રશ્યો અલગ-અલગ સમયમાં ફિલ્માવી રહ્યા છે. પછીથી પોસ્ટ પ્રોડકશનમાં આ દ્રશ્યોને મર્જ કરવામાં આવશે ત્યારે બન્ને એક જ ફ્રેમમાં જાેવા મળશે.

તેણે વધુમાં કહ્યું, આ ટેકનિક એક પાન મસાલાની વિજ્ઞાપન માટે પણ ઉપયોગમાં લેવામાં આવી હતી. અજય દેવગણના દ્રશ્યોને અલગ ટાઇમ પર શૂટિંગ કરવામાં આવ્યા હતા. અને પછીતી શાહરૂખને ભજવેલા સીન સાથે મર્જ કરવામાં આવ્યા હતા અને બન્ને એક જ ફ્રેમમાં જાેવા મળ્યા હતા. આ સઘળું સોશિયલ ડિસ્ટન્સિંગને અનુસરીને કરવામાં આવ્યું હતું.

વચ્ર્યુઅલ શૂટિંગ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, બ્રેકગ્રાઉન્ડમાં કોઇ પણ શહેરની લેન્ડમાર્ક ફિટ કરી શકાય છે. હાલની પરિસ્થિતિ જાેતાં લાઇવ લોકેશનો પર જવાની જરૂર પડતી નથી.

Related Posts