મહેસાણામાં પરિણિતાએ સેનીટાઇઝર છાંટી અગ્નિસ્નાન કરતા ચકચાર મચી
મહેસાણામાં પરિણીતાએ આપઘાત કર્યાનાની ઘટના સામે આવી છે, ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતી પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે, પરિણીતાએ પોતાના શરીર ઉપર સેનેટાઈઝડર છાંટીને અગ્નિસ્નાન કરી લીધું છે, એવું મનાઈ રહ્યું છે કે પરિણીતા નિઃ સંતાન હોવાથી તેમણે આ પગલું ભર્યુ છે, સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, પોલીસે કાર્યવાહમાં બહાર આવ્યું છે કે પરિણીતાને સાસરીયા પક્ષ દ્વારા સતત ટોણા મારવામાં આવતા હોવાનું આક્ષેપ થઈ રહ્યો છે. જેથી પરિણીતાએ મહેણાંટોણાથી કંટાળીને આપઘાત કરી લીધો છે.
મહેલાણાની ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતી પરિણીતાએ, આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે, મહિલાએ પોતાના શરીર ઉપર સેનેટાઈઝર છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતું પોલીસની પણ હરકતમાં આવી છે પોલીસ પરિણીતાના પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધી છે, અને મહિલાના મૃતદેહનો કબ્જાે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિઃસંતાન મહિલાએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે, અને પરિણીતાના પરિવાર પર ફિટકાર વરસાવવામાં આવી રહી છે.
Recent Comments