ગુજરાત

મુખ્યમંત્રી આવતી કાલે રિવરફ્રન્ટ ફેજ-૨નું ખાતમૂહૂર્ત તેમજ બ્રિજના લોકાર્પણ કરશે

કોરોના બીજી વેવ પછી હવે સરકાર દ્વારા વિવિધ કામો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં આવતીકાલે રિવરફ્રન્ટ ફેજ-૨નું ખાત મુહૂર્ત થશે તેમજ બ્રિજના લોકાર્પણ થશે. અંદાજે ૫૫૦ કરોડના કામને મંજૂરી અને કાર્યરત કરવામાં આવશે. જેમાં શહેરના બ્રિજને લોકાર્પણ કરવા સુધીની કામગીરી કરવામાં આવનાર છે. જેનાથી શહેરની ટ્રાફિક સહિતની સમસ્યાઓ નિવરવા મદદ થશે.

અમદાવાદમાં એએમસી દ્વારા મંજૂર કરાયેલા ૧૩૫૦ કરોડના કામમાં ખાત મૂહૂત તેમજ લોકાપર્ણ ૨૮ તારીખે (આવતીકાલે) મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. જેમા ફ્લાય ઓવર તેમજ રિવરફ્રન્ટની કામગીરી મુખ્ય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી ૨૮ મેના રોજ અમદાવાદના વિકાસના કામોનું મુખ્યમંત્રીના હસ્તે ઓનલાઈન લોકાપર્ણ કરવામાં આવી શકે છે. જેમા રાજેન્દ્ર પાર્ક ફ્લાય ઓવર તેમજ વિરાટ નગર ફ્લાય ઓવર જનતા માટે ખુલ્લા મુકવામાં આવશે.

સાથે જ એએમસી દ્વારા ૨૦૧૯માં અંદાજે ૬૦૦ ઈલેક્ટ્રીક બસોનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેમાથી ગત વર્ષે ૩૦૦ બસોનો ઓર્ડર રદ્દ કરવામાં આવ્યો છે. જ્યારે ૫૦ બસોની ડિલેવરી થઈ ગઈ છે. જેનું પણ મુખ્યમંત્રી લોકાપર્ણ કરવાના છે. આ ૫૦ બસો ખરીદવા પાછળ ૭૦ કરોડની આસપાસનો ખર્ચ થયો છે.
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રૂપિયા ૫૫૦ કરોડના ખર્ચે ફ્રેઝ ૨ની કામગીરી શરૂ થઈ ગઈ છે. જેમા ડફનાવાળીથી ઈન્દીરા બ્રિજ સુધીનો રોડ તેમજ પાવર હાઉસથી એરપોર્ટ સર્કલ બ્રિજ મુખ્ય છે સાથે જ મુખ્યમંત્રી વસ્ત્રાલમાં ૫૦ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આધુનિક સ્પોર્ટ સંકુલનું પણ ખાતમુહૂર્ત કરવાના છે.

Follow Me:

Related Posts