fbpx
સૌરાષ્ટ - કચ્છ

ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાની બામણબોર પોલીસે અટકાયત કરી

રાજકોટ હીરાસર ગ્રીન ફીલ્ડ એરપોર્ટની કામગીરી દરમિયાન ડોશલીઘુના ડેમની પાળ તોડી પાડતાં સ્થાનિક લોકોએ ધારાસભ્યને રજુઆત કરતાં ધારાસભ્ય ઋત્વિક મકવાણા ઘટનાં સ્થળે દોડી ગયા હતા. જ્યાં એરપોર્ટ ઓથોરિટી સાથે વાતચીત કરવા બાબતે મામલો બિચકયો હતો. બાદમાં ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાની રાજકોટ જીલ્લાનાં બામણબોર પોલીસે કરી અટકાયત કરતા ચકચાર મચી જવા પામી છે.
હાલમાં ચોટીલા અને રાજકોટ વચ્ચે રાજકોટ હીરાસર ગ્રીન ફીલ્ડ એરપોર્ટની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ કામગીરી દરમિયાન ડોશલીઘુના ડેમની પાળ તોડી પાડતાં સ્થાનિક લોકોએ ધારાસભ્યને રજૂઆત કરતાં ધારાસભ્ય ઋત્વિક મકવાણા ઘટનાં સ્થળે દોડી ગયા હતા. જ્યાં ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ એરપોર્ટ ઓથોરિટી સાથે વાતચીત કરવા બાબતે મામલો બિચકયો હતો.

જેમાં ઉગ્ર બોલાચાલી બાદ એરપોર્ટ ઓથોરિટીએ પોલીસ બોલાવી પોલીસે ધારાસભ્ય ઋત્વિક મકવાણાની અટકાયત કરી હતી. ચોટીલા ધારાસભ્ય ઋત્વિક મકવાણાની પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ જવાતાં ધારાસભ્યના સમર્થકોમાં ભારે રોષની લાગણી ફેલાવા પામી હતી.

Follow Me:

Related Posts