કોરોના કાળમાં હવે દુનિયાને સાયન્સ, ટેકનોલોજી અને મેડિસિનની વેલ્યુ સમજાઈ ગઈ છે. એજ કારણ છેકે, સરકાર ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલોને પણ હાઈટેક સુવિધાઓથી સજ્જ કરવાનો પ્રયાસ કરી રહી છે. જેના ભાગરૂપે ગુજરાતના જામનગર જિલ્લામાં આવેવી જી.જી.હોસ્પિટલને નવા એમઆરઆઇ મશીનની ભેટ આપવામાં આવશે. લાંબા સમયથી આ હોસ્પિટલમાં આ પ્રકારના આધુનિક મશીનની માંગણી હતી. દર્દીઓને પણ એમઆરઆઈ રિપોર્ટ માટે દૂર જવું પડતું હતું. સરકારના આ ર્નિણયથી દર્દીઓને મોટી રાહત મળશે.
જામનગરની જી. જી. હોસ્પિટલ ખાતે ૧૮ કરોડના ખર્ચે નવું એમ.આર.આઈ.મશીન ખરીદવાની પ્રક્રિયા શરૂ દેવામાં આવી છે. પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી દર્દીઓની એમ.આર.આઈ. સુવિધા માટે જી.જી. હોસ્પિટલ અને વિઝન એમ.આર.આઈ. સેન્ટર, જામનગર વચ્ચે એમ.ઓ.યુ કરવામાં આવ્યા છે. જી.જી. હોસ્પિટલ જામનગર ખાતેના ગુરુ ગોબિંદસિંધ સરકારી હોસ્પિટલ રેડિયોલોજી વિભાગમાં રહેલ એમ.આર.આઈ. મશીન તા. ૧૬/૦૩/૨૦૨૧ નાં રોજ યાંત્રિક કારણોસર બંધ પડી ગયું હતું.
હોસ્પિટલ તંત્ર દ્વારા મશીન ઉપલબ્ધ કરાવતી કમ્પનીના એજીનીયર પાસે આ મશીન ચેક કરાવવામાં આવતા એન્જીનીયરના જણાવ્યા મુજબ એમ.આર.આઈ. મશીન જુનું હોવાથી કમ્પની દ્વારા હાલ મશીન માટેના કોમ્યુટર સોફ્ટવેરને લગતા પાટ્ર્સ હવે કંપની ઉપલબ્ધ કરાવી શકે તેમ નથી. તેમજ મશીન બંધ પડેલ હોવાથી તેને પુનઃ કાર્યરત કરવા અંગેની કંપની જવાબદારી લેતી નથી.
આ સ્થિતિમાં હવે જીજી હોસ્પિટલ દ્વારા નવું એમ.આર.આઈ મશીન કે જેની અંદાજીત કિંમત રૂ. ૧૮ કરોડ જેટલી થાય છે તે ખરીદ કરીને જી.જી. હોસ્પિટલ ને ફાળવવામાં આવશે. આ અંગેની આરોગ્ય વિભાગમાં દરખાસ્ત કરવામાં આવેલ છે.
Recent Comments